Gandhinagar: TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવેલા જિગ્નેશ મેવાણીની અટકાયત, ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

June 18, 2024

Gandhinagar:  ગાંધીનગરમાં (Gandhinagar) TET-TAT પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની (permanent teacher) ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામા આવી છે. જાણકારી મુજબ આ ઉમેદવારોને સમર્થન આપી રહેલા જિગ્નેશ મેવાણીની (Jignesh Mevani) પણ અટકાયત કરવામા આવી છે.

Agitation of TET-TAT pass candidates in Gandhinagar

આંદોલન કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ ઉમેદવારો આંદોલન કરા રહ્યા છે. સરકાર તરફથી ઉમેદવારોને 15 જુન સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાહેધરી આપવામા આવી હતી. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામા આવી નથી. જ્યારે ઉમેદવારો તેમને આ અંગે રદુઆત કરવા માટે જાય છે તેમને યોગ્ય જવાબ પણ આપવામા આવતો નથી. ત્યારે હવે ફરી એક વાર ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલનનુમ શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે ઉમેદવારોને રાજકીય પક્ષોનો પણ સહયોગ મળી રહ્યો છે. આજે યોજાનારા આ આંદોનમાં જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ સમર્થન આપવા માટે પહોંચ્યા હચા. ત્યારે આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાત કરવામા આવી છે. આ સાથે જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓની પણ અટકાયત કરવામા આવી છે.

Agitation of TET-TAT pass candidates in Gandhinagar

આ પણ વાંચો : School Van Drivers on Strike : RTO અને ટ્રાફિકની કામગીરીને લઈને રાજ્યના સ્કૂલવાન ચાલકો હડતાળ પર, વાલીઓને હાલાકી

Read More

Trending Video