Gandhinagar: આદિવાસી સમાજના (tribal community) બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની (post-matric scholarship) યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 5% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના વિધાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ત્યારે ભાજપ સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી દીધી છે. ત્યારે આ મામલે હવે આદિવાસી નેતા ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે. અને ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા યુવાનો સાથે ગાંધીનગર બિરસામુંડા ભવન ખાતે હલ્લાબોલ કર્યો હતો. અને સરકાર તાત્કાલિક પોતાનો નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Gandhinagar માં Chaitar Vasava એ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિને લઈ આદિજાતિ કચેરીઓને તાળાબંધીની આપી ચીમકી#ChaitarVasava #Viralvideo #Gandhinagar #Nirbhaynews #Aapmla pic.twitter.com/CugDckIINO
— Nirbhaynews (@nirbhaynews1) December 4, 2024
યુવરાજસિંહે સરકારને આપી ચીમકી
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરીને મુરખબનાવો યોજના બનાવી દીધી છે. અને આદિવાસી યુવાનોને જે મેનેજમેન્ટ કોટામાં મળવા પાત્ર શિષ્યવૃતિ હતી તે બંધ કરી તેને કારણે 60 હજાર વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. સરકાર શિશ્યવૃતિમાંથી પૈસા કાઢીને પોતાના તાયફાઓમાં પૈસા વાપરી રહી છે. અમે 5 દિવસનો સમય આપવા આવ્યા છીએ, તાત્કાલિક ધોરણે આની કમીટી બનાવીને નિર્ણય લેવામાં આવે. અને જો કમીટી બનાવીને નિર્ણય લેવામાં નહીં આવે તો અમે તમામ આદિજાતિ કચેરીની કચેરીઓને તાળાબંધી કરી દઈશું.
આ પણ વાંચો : ઊંઝા APMC ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને! MLA Kirit Patel અને Former chairman Dinesh Patel એ નોંધાવી ઉમેદવારી