Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના (forest beat guard) મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2022માં આવેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી હજુ સુધી પૂર્ણ થયેલ નથી. GSSSB દ્વારા ફોરેસ્ટનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટાપાયે અન્યાય થયો છે જેથી વિદ્યાર્થીઓમાં ઘણી નારાજગી છે. આ મામલે પહેલા પણ તેઓ વિરોધ કર્યો હતો પરંતુ સરકાર દ્વારા તેમને લોલીપોપ આપીને આ ઉમેદવારોનો રોષ ઠારવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો પરંતુ આજે ફરી એક વાર ફોરેસ્ટ ઉમેદવારો પોતાની માંગ સાથે મેદાનમા આવ્યા છે.
ફોરેસ્ટના ઉમેદવારોની પોલીસે કરી ટિંગાટોળી
આજે ફોરેસ્ટ બીટ ગાર્ડનાં ઉમેદવારો ગાંધીનગરના (Gandhinagar) પાથિકા આશ્રમ બસ સ્ટેન્ડ ઘ 3 સર્કલ પોહ્ચ્યા હતા અને અરણ્ય ભવન અને વન મંત્રીને પોતાની માંગણી વ્યક્ત કરવા જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લેવામા આવી છે. જે ઉમેદવારો શાંતીથી વિરોધ કરી રહ્યા હતા તેમની સાથે આતંકવાદી જેવું વર્તન થતા ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ફોરેસ્ટ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં
ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર માત્રને માત્ર ઉમેદવારોને લોલીપોપ આપી રહી છે જેથી હવે ફોરેસ્ટ ઉમેદવારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.