Gandhinagar: ગાંધીનગરના (Gandhinagar) છત્રાલ ટોલ ટેક્ષ (Toll Tax) પર ભાજપના (BJP) નેતા સાથે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં કલોલ (Kalol) ભાજપના નેતા ગોવિંદ પટેલ (Govind patel) સાથે ટોલ ટેક્ષના કર્મચારીઓએ મારામારી કરી હતી. કર્મચારી અને ભાજપનેતા વચ્ચે થયેલી ઝપાઝપીના વિડિયો સામે આવ્યા બાદ આ કર્મચારીએ વીડિયો બનાવી ખુલાસો કર્યો હતો.
ભાજપના નેતાની ટોલ ટેક્ષના કર્મચારીઓ સાથે ઝપાઝપી
ભાજપ નેતા ગોવિંદ પટેલ અને ટોલટેક્સના કર્મચારીના કર્મચારી જાહેરમાં બાખડી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જાણકારી મુજબ રોડ પર કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું.જો કે કલોલ ભાજપના નેતા ગોવિંદ પટેલ રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા.જ્યારે કર્મચારીએ રોક્યા ત્યારે તેઓ કર્મચારી સાથે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. જેથી ત્યારે ભાજપ નેતા અને ટોલટેક્સના કર્મચારી વચ્ચે બરાબરની ઝપાઝપી થઈ હતી. આ વાયરલ વીડિયોમાં તેઓ ગાળા ગાળી કરતા પણ દેખાઈ રહ્યા છે.
મારામારીને લઈને કર્મચારીએ કર્યો ખુલાસો
વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થતા કર્મચારીએ વીડિયો બનાવીને સમગ્ર બાબતનો ખુલાસો કર્યો હતો. વીડિયોમાં કર્મચારી કહી કહ્યો છે કે, કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું.તે બાબતે માથાકુટ થતા અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે અમને ખબર ન હતી કે આ વડીલ કોણ છે ?બાદમાં અમને જાણ થઈ કે આ વડીલ ગોવિંદભાઈ પટેલ છે. ત્યારે અમે બધા લોકોએ તેમની માફી માંગી હતી તેમને અમને માફ કરયા હતા પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિએ અમારો વીડિયો ઉતારી દીધો હતો. વીડિયો ઉતારીને બે દિવસ પછી ગેર સમજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને ધ્યાને લેવો નહીં.
આ પણ વાંચો : Rajkot: પરસોત્તમ રુપાલાનો મોટો ખુલાસો, એટલે ના મળ્યું મંત્રી પદ