Gandhinagar : રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

July 4, 2024

Gandhinagar : ગુજરાતમાં સરકાર અત્યારે જનતાને ખુશ કરવાના પ્રયત્નો કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના 4.71 લાખ કર્મચારી, 4.73 લાખ પેન્શનર્સને આ વધારાનો લાભ મળશે. જાન્યુઆરી-2024થી આ મોંઘવારી ભથ્થું લાગુ થશે. ત્રણ હપ્તામાં એરિયર્સની રકમ પગાર સાથે ચુકવવામાં આવશે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં એરિયર્સની ચુકવણી કરવામાં આવશે. એરિયર્સ પેટે સરકાર 1129.51 કરોડ ચૂકવશે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read More