Gandhinagar: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navrari) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ત્યારે આ નવરાત્રીમાં ગાંધીનગરમાં (Gandhinagar) ગરબાના આયોજકો અને બજરંગ દળના કાર્યકરો સાથે બેઠક કરીને વિધર્મીઓને ગરબામાં પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ પણ સમર્થન આપ્યુ છે.ત્યારે ગત રોજ ગાંધીનગરના સરઘાણ નજીક શેરી અફેયરના ગરબામાં બજરંગ દળના કાર્યકરો તિલક કરવા પહોંચતા ગરબામાં તિલકને લઈને પોલીસ અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.
ગરબામાં તિલક કરવાને લઈને બજરંગ દળ અને પોલીસ વચ્ચે બબાલ
મળતી માહિતી મુજબ ગાંધીનગરના સરઘાસણ નજીક શેરી અફેયરના ગરબામાં બજરંગ દળના કાર્યકરો તિલક કરવા પહોંચ્યા હતા. જયાં તેમણે પોલીસને કહ્યું કે અમને ખૈલેયાઓને તિલક કરવા દ્યો પછી જ તેમને અંદર જવા દેવામા આવે અને પોલીસે આ કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો નહી અને બોલાચાલી પણ હતી જો કે આ બોલાચાલી બાદ પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી.જે બાદ મામલો લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
पुलिसने वीडियो ले रहे लोगो के फोन छीने। क्या #गुजरात पुलिस सबूतों का नाश करने का काम करती है? जब निर्दोषों पर लाठी भांजते पुलिस वाले साफ दीखते है,तो सस्पेंड करने में देरी क्यों? कहा जाता है की बवाल पुलिस ने शरू किया.. क्या पुलिस का काम अशांति फैलाना?.. सभी वीडियो सार्वजनिक हो.. https://t.co/mnLF3ZVuS3
— VHP Gujarat (@VHPGUJOFFICIAL) October 4, 2024
બજરંગ દળે હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર
મામલો ઉગ્ર બનતા અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. આ સમગ્ર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે. બજરંગદળ ગુજરાત અને VHP ગુજરાતે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકીને પોલીસ પર પ્રહાર કર્યા છે. બજરંગ દળે લખ્યું છે કે, ગાંધીનગરમાં પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે ગેટ આગળ તિલક કરી રહેલા બજરંગદળના કાર્યકરો પર પીઆઈ હાર્દિકસિંહ પરમાર અને પીઆઈ ખખ્ખરે લાઠીચાર્જ કર્યો હતો.જ્યારે હિંદુઓને તિલક કરાવવામાં કોઈ વાંધો નથી તો હર્ષ સંઘવીની પોલીસને કેમ છે ?
વિશ્વ હિંદુ પરિષદે ગુજરાત પોલીસ પર ઉઠાવ્યા સવાલ
જ્યારે વિશ્વ હિંદુ પરિષદે બજરગં દળની પોસ્ટને રિટ્વિટ કરતા લખ્યું કે, પોલીસે વીડિયો બનાવતા લોકોના ફોન ઝૂંટવી લીધા હતા. શું ગુજરાત પોલીસ પુરાવાનો નાશ કરે છે? જ્યારે પોલીસકર્મીઓ નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરી રહ્યા છે ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં શા માટે વિલંબ? કહેવાય છે કે પોલીસે હંગામો મચાવ્યો,શું અશાંતિ ફેલાવવાનું કામ પોલીસનું છે?તમામ વીડિયો જાહેર કરવા જોઈએ..