Gandhinagar: ઉગ્ર આંદોલન બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી , શું હવે આંદોલન પુરુ થયું ?

August 7, 2024

Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ના વિવાદ મામલે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં  (Gandhinagar) ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ગાંધીનગર સેકટર 11 રામકથા મેદાનમાં (ramkatha maidan) વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની (Yuvraj Singh jadeja) પણ એટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે બે દિવસ પછી યુવરાજસિંહ પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા છે.

પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા બાદ યુવરાજસિંહે શું કહ્યું ?

યુવરાજસિંહે પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા બાદ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતુ કે, અમને સવારના 6 વાગે રામ કથા મેદાનમાંથી અટકાયત કરી લીધા હતા. અને અમને રાત્રે 12 વાગે મુક્ત કરવામા આવ્યા હતા. કાયદામાં આટલી બધી અટકાયત કરવાનો કોઈ પ્રાવધાન નથી છતા પણ આ લોકોએ ગેરકાયદેસર રીતે આટલી બધો ટાઈમ અમારી અટકાયત કરી રાખી. કાલે તેમને મને કોર્ટમાં હાજર કરવા જોઈતા હતા. અમે વિદ્યાર્થીઓના ન્યાય માટે આવ્યા હતા પોલીસે અમને માનસિક રીતે હેરાન કરવા સિવાય કશું કર્યું નથી. અમને તોડવાના કોશિશ કરી રહી છે . મને મેન્ટલી ટોરચિંગ કરવામા આવ્યું.

ઉમેદવારો સાથેના પોલીસના વર્તને યુવરાજસિંહે વખોડ્યું

વધુમાં તેમણે કહ્યું કે,  પોલીસે માત્ર 10 મીનીટનું એલ્ટીમેટમ આપ્યું હતું મેદાવ ખાલી કરવા માટે. પોલીસનું કામ રક્ષણ કરવાનું છે પણ હવે તે ભક્ષકની ભૂમિકામાં આવી ગયું છે. ઉમેદવારોને વાયદાઓથી કંટાળીને આવ્યા હતા આ ઉમેદવારોની મજબુરી છે તેનો ફાયદો ન ઉઠાવો, જો લાઠી ચાર્ચ કરવાનો શોખ હોય તો મોરબી કાંડ, રાજકોટ અગ્નિકાંડ તેમજ અન્ય કાંડમાં સંડોવાયેલા હોય તેની પર કરોને. આમ પોલીસના વર્તનની યુવરાજસિંહે કડક શબ્દોમાં નિંદા કરી હતી.

ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી જાહેરાત પર યુવરાજસિંહે શું કહ્યું ?

વધુમાં તેમણે ગૌણ સેવાએ જે જાહેરાત કરી છે કે, અત્યારે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં છે અમે આ નિર્ણને આશંકરીતે આવકારીએ છીએ અને જો જાહેરાત પ્રમાણે કામ થાય છે અમને કોઈ વાંધો નછી અમે અરાજક તત્વો નથી. અમારે કોઈ અરાજકતા નતી ફેલાવવી અમારે ઉમેદવારોને ન્યાય અપાવવા માટેના સંઘર્ષ હતો. એટલે આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ અને તેમની જે માંગ હશે તે પ્રમાણે કરીશું.

શું હવે આંદોલન પુરુ થશે ?

તમને જણાવી દઈએ કે, ફોરેસ્ટ બીર્ટ ગાર્ડના ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ તેમની એક માંગ સ્વીકારવામાં આવી છે.ફોરેસ્ટ ભરતીમાં અગાઉ 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં હવે વધુ 25 ગણું મેરિટ જાહેર કરાશે. આ સિવાય 9 તારીખે પરિક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની પણ વાત મળી રહી છે. જો કે ઉમેદવારોની મુખ્ય માંગ તે છે કે, CBRT પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે અને ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા હાલની જગ્યામાં વધારો કરવામાં આવે. ત્યારે સરકારે ઉમેદવારોની એક માંગોનો સ્વીકાર કરી હૈયાધારણા આપી છે તો હવે આગામી દિવસોમાં આંદોલન પુરુ થાય છે કે પછી તેમાં નવો વળાંક આવે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર કલેક્ટરને પ્રાથમિક સુવિધાની રજુઆત કરવા ગયેલી મહિલાઓ સામે ગુનો દાખલ, રજુઆત કરે તે પહેલા જ મહિલાઓને પોલીસ ઉઠાવી ગઈ

Read More

Trending Video