Gandhinagar Accident : ગાંધીનગરમાં કાર ચાલકો બેફામ, મર્સીડીઝ કાર ચાલકે દેરાણી જેઠાણીને ઉડાડી

September 8, 2024

Gandhinagar Accident : ગાંધીનગર જિલ્લામાં મર્સીડીઝ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં મરણ પ્રસંગે જતી વખતે રસ્તા પર ઉભેલી બે મહિલાનાં મોત થાય છે. જ્યારે અન્ય વાહનચાલકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. ગાંધીનગરના મહુડી હાઇવે પર ઉનાવા ગામના પાટિયા પાસેથી પુરપાટ ઝડપે પસાર થી રહેલી મર્સીડીઝના ચાલકે પીકઅપ ડલાને ટક્કર મારી હતી. ત્યારબાદ પણ કાર અટકી ન હતી અને નજીકનમાં ચાની કીટલી પાસે ઉભેલી બે મહિલાને અડફેટે લીધા બાદ કીટલી સાથે અથડાઈ હતી. ત્યારબાદ એક બાઈક અને ફ્રન્ટી કાર સાથે અથડાઈ હતી. મર્સીડીઝના ચાલકે કુલ ત્રણ વાહનો, ચાની કીટલી અને બે મહિલાઓને અડફેટે લીધા હતા. જેમાં બંને મહિલાઓના મોત નિપજ્યા હતા.

ગાંધીનગરના સેક્ટર-૩ ખાતે રહેતા કૌટુંબિક દેરાણી -જેઠાણી કંચનબેન રાઠોડ તેમજ મનહરબા રાઠોડ વક્તાપુર ગામે મરણ પ્રસંગે જવા માટે ઘરેથી નીકળ્યાં હતા. ગાંધીનગર મહુડી હાઇવે ઉનાવા ગામના પાટિયા નજીક અન્ય સગાં વ્હાલા તેમને લેવા આવવાનાં હતાં. ત્યાંથી બધા ભેગા મળીને થઈને મરણ પ્રસંગે જવાન હતા. જેથી દેરાણી જેઠાણી ઉનાવા પાટિયા પાસે ચાની કીટલી નજીક સગાંની રાહ જોઈને ઉભા હતા. ત્યારે જ કાળ બનીને આવેલી મર્સીડીઝે અડફેટે લેતા બંનેના મોત નીપજયાં હતાં.

વિજાપુરના બિલ્ડર દિલીપભાઈ પ્રભુદાસ પટેલ તેમના ડરાઇવર આનંદ રબારી સાથે મર્સીડીઝ કારમાં વિજાપુર તરફ જઈ રહયા હતા. એ વખતે રોડ પર મર્સીડીઝના ડ્રાઈવરે પુરપાટ ઝડપે કારણો પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જ્યો હતો.. જેના કારણે ડ્રાઈવરે મર્સીડીઝ કાર પરનો કાબુ ગુમાવી દઈ રોડની સાઈડમાં ઉભેલી દેરાણી જેઠાણીને અડફેટે લઇ ચાની કીટલીમાં કાર ઘુસાડી દીધી હતી.

આ દરમિયાન ફ્રન્ટી કાર અને બાઈક સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત થતા મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઇ ગયા હતાં. જ્યારે ફ્રન્ટી કારચાલક અને બાઈક ચાલકને શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી. બાદમાં દેરાણી જેઠાણી અને પીકઅપ દાળના ચાલકને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યા ફરજ પરના તબીબે દેરાણી જેઠાણીને મરયત જાહેર કર્યા હતાં. આ અંગે પેથાપુર પી.આઈ એ જણાવ્યું કે બિલ્ડર ડરાઇવર સાથે મર્સીડીઝ કારમાં વિજાપુર જઈ રહ્યા હતાં. અને તે દરમ્યાન અકસ્માત સર્જાયો છે. ત્યારે આ મામલે આનંદ રબારીને રાઉન્ડઅપ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચોVadodara Flood : વડોદરામાં નેતાઓના હાલ બેહાલ કરતી જનતા, હવે ગણેશ પંડાલમાં પણ પ્રજાનો સત્તાધીશો પર રોષ જોવા મળ્યો

Read More

Trending Video