Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને AAP પાર્ટીનું સમર્થન, પ્રવીણ રામે સરકાર સામે ઉચ્ચારી ચીમકી

August 6, 2024

Gandhinagar:  ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા (Forest Beat Guard Exam) મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ઉમેદવારો આંદોલન (protest) કરી રહ્યા છે. ગઈ કાલથી ઉમેદવારો ગાંધીનગરના (Gandhinagar) રામકથા મેદાન (Ramkatha Maidan) ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે આમ આદમી પાર્ટીના (AAP) યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) પણ જોડાયા છે અને વિદ્યાર્થીઓ સાથે યુવરાજસિંહની પણ આખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોની માંગ વાજબી છે તે સૌ કોઈ જાણે છે કેમકે આ પરીક્ષામાં દેખીતી રીતે ગોટાળા થયા છે અને તેના માટે પરીક્ષા પદ્ધતિ જવાદાર છે. ત્યારે ગઈ કાલે ભાજપની જ સરકારના બે ધારાસભ્યો ફોરેસ્ટ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા અને તેમને વન અને પર્યાવરણમંત્રીને પત્ર લખીને ઉમેદવારોની માંગણી સ્વીકારવા માટે નિવંતી રહી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ખુલીને ફોરેસ્ટ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રંટલ અધ્યક્ષ પ્રવીણ રામએ (Praveen Ram) ફોરેસ્ટ ઉમેદવારોને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે આ સાથે તેમને સરકારને ચીમકી પણ આપી છે કે, જો સરકાર ઝડપથી આ મુદ્દા પર કોઈ નિરાકરણ નહીં લાવે, તો ભૂતકાળ જેવા આંદોલનોના એંધાણ ગાંધીનગરની ભૂમિ પર ફરીથી દેખાશે.

ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને AAP પાર્ટીનું સમર્થન

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના મુદ્દે ગઈ કાલથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે એકઠા થયા હતા.આ વિદ્યાર્થીઓના આંદોલનને આમ આદમી પાર્ટીના યુવાન નેતા યુવરાજસિંહ જાડેજા પણ લીડ કરી રહ્યા છે. અને આજે આ વિદ્યાર્થીઓની માંગણીઓને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રંટલ અધ્યક્ષ પ્રવીણ રામ રામકથા મેદાન ખાતે પહોંચ્યા હતા. પ્રવીણ રામે વિદ્યાર્થીઓ સમક્ષ ચર્ચા કરી અને તેમની સમગ્ર માંગણીઓ જાણી હતી.

પ્રવીણ રામે સરકાર સમક્ષ કરી આ માંગ

ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ વિદ્યાર્થીઓની માંગણી છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના જે માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી તે માર્ક્સ જાહેર કરવામાં આવે. CBRT પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાને પણ રદ કરવામાં આવે. આ સિવાય વધુ એક માંગણી છે કે આઠ ગણા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે તેના સ્થાને 20-25 ગણા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવે.

પ્રવીણ રામે સરકાર સામે ઉચ્ચારી ચીમકી

આ તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી તરફથી મેં આ તમામ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. જ્યાં સુધી આ આંદોલનનું કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવતું ત્યાં સુધી અમે આંદોલનમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છીએ. અમે તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે સમગ્ર આમ આદમી પાર્ટી તેમની સાથે છે અને જો સરકાર ઝડપથી આ મુદ્દા પર કોઈ નિરાકરણ નહીં લાવે તો ભૂતકાળમાં જેવા આંદોલન થયા હતા તેવા આંદોલનોના એંધાણ ગાંધીનગરની ભૂમિ પર ફરીથી દેખાશે. સરકાર તાત્કાલિક નિરાકરણ નહિ લાવી તો અમે સરકાર સમક્ષ બાયો ચડાવીશું અને ગુજરાતના આ તમામ વિદ્યાર્થીઓ માટે ગમે તે લડાઈ લડવી પડે તે પણ અમે લડવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો :  Gandhinagar: આખી રાત ફોરેસ્ટ ઉમેદવારોના ધરણાં, વહેલી સવારમાં જ ઉમેદવારોની અટકાયત

Read More

Trending Video