Gandhinagar: બેફામ કારચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

July 18, 2024

Gandhinagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents)  ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે. બેફામ કાર (car) ચાલકોના કારણે નિર્દોષ લોકોને જીવ પણ ગૂમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે રાજ્યમાં આવો જ અકસ્માતનો (accidents)   કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેગામ-કપડવંજ રોડની ( Dehgam-Kpadwanj road) બાજુમાં ચાલી રહેલી મહિલા શિક્ષિકાને (teacher) ચાલતી કારે અડફેટે લીધી હતી. આ હૈયુ હચમચાવી નાખતા અકસ્માતની સીસીટીવી ( CCTV ) પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે એક મહિલા રોડ પર જઈ રહી છે આ દરમિયાન એક કારે મહિલાને અડફેટે લે છે અને મહિલા ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને રોડની સાઈટમાં પડે છે. મહિલાને અડફેટે લીધા બાદ કાર પણ થોભી જાય છે આ દરમિયાન લોકનું ટોળુનું એકઠુ થઈ જાય છે.

દહેગામ-કપડવંજ રોડ પર કાર ચાલકે શિક્ષિકાનેઅડફેટે લીધી

પ્રાપ્ત જાણકારી મુજબ ગાંધીનગરના દહેગામ નહેરુ ચોકડી પાસે દહેગામ-કપડવંજ રોડ પર ખાનગી ટ્યુશનની શિક્ષિકા માર્ગ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન એક પુર ઝડપે આવી રહેલ કારે રોડ પરથી પસાર થઈ રહેલી શિક્ષિકાને હવામા ફંગોળી હતી. આ અકસ્માતમાં શિક્ષિકાને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને સારવાર અર્થે ખસેડી હતી. આ સમગ્ર ઘટના અંગે દહેગામ પોલીસને જાણ કરતા દહેગામ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Chandipura Virus: વડોદરામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, સયાજી હોસ્પિટલમાં આવ્યા 3 શંકાસ્પદ કેસ

Read More

Trending Video