Gandhinagar : તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઈ ! ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહો મળ્યા અન્યની શોધખોળ ચાલુ

September 13, 2024

Gandhinagar : હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ (Ganesh festival) ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે.ત્યારે આ દરમિયાન કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ દરિયાન ગાંધીનગરથી (Gandhinagar) મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે.આજે દહેગામના (Dehgam)  વાસણા સોગઠી ગામમાં (Vasana Soghathi village) પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વાસણાના સોગઠી ગામ પાસે નદીમાં ગણેશ વિસર્જનની ઘટનામાં 10 લોકો ડૂબી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ત્રણ મૃતદેહો પણ મળી આવ્યા છે.હાલ સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાને કારણે તહેવારની ઉજવણી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ હતી.

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના

પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મેશ્વો નદીમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગણેશ વિસર્જન દરમિયાન જ 10 લોકો પાણીમાં ડૂબી ગયા અને 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના વાસાના સોગઠી ગામમાં બની હતી. જેના કારણે તહેવારની ઉજવણી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ હતી.

પાટણમાં પણ બની હતી ઘટના

ઉલ્લેખનીય છે કે, પાટણમાં પણ બુધવારે આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં ગણેશ 7 લોકો ડૂબ્યા હતા પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની હતી ત્યારે આજે આવી વધુ એક ધટના સામે આવતા અરેરાડી વ્યાપી છે.

આ પણ વાંચો : Gujarat Congress: મુખ્યમંત્રી પોતાના કામનો ઢંઢોરો પીટવા માંગે છે તો તેમને ગુજરાતની આ વાસ્તવિકતા જોવી જોઈએ : મુકુલ વાસનીક

Read More

Trending Video