France: હવામાં અચાનક બગડ્યું પ્લેન, દરિયામાં થયું ક્રેશ; વાયરલ થઈ રહ્યો છે રૂંવાડા ઉભો કરતો Video

August 17, 2024

France: ફ્રાન્સમાં આયોજિત એરશો દરમિયાન એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. જેમાં 65 વર્ષના પાયલટે જીવ ગુમાવ્યો હતો. પાયલટ ફોગા મેજિસ્ટર જેટ એરક્રાફ્ટ ઉડાવી રહ્યો હતો જે અચાનક નિયંત્રણ ગુમાવ્યા બાદ ભૂમધ્ય સમુદ્રમાં પડી ગયું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. બાદમાં પાયલટનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એરોબેટિક એરક્રાફ્ટ અચાનક સંતુલન ગુમાવી દે છે અને ઊંચાઈ પરથી ઝડપથી નીચે પડવા લાગે છે. વિડિયોમાં દેખાતું હતું કે પ્લેન સીધું સમુદ્રમાં પડતું હતું, જે દર્શકોને ચોંકાવી દે છે.

ફોગા મેજિસ્ટર એરક્રાફ્ટનું ઉત્પાદન બીજા વિશ્વયુદ્ધ પછી કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી તેનો ઉપયોગ ફ્રેન્ચ સૈન્ય દ્વારા ટ્રેનર જેટ તરીકે અને એરોબેટિક ડિસ્પ્લે માટે કરવામાં આવતો હતો. જો કે, આ ઉંમરના એરક્રાફ્ટમાં ઇજેક્શન સીટ હોતી નથી. જેના કારણે કટોકટીમાં પાયલોટની બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે. આ વખતે પણ એવું જ થયું અને પાયલટને પ્લેનમાંથી બહાર નીકળવાનો મોકો ન મળ્યો.

આ દુર્ઘટના Le Lavandou ખાતે થઈ હતી જ્યાં ફ્રેંચ એરફોર્સની ચુનંદા એક્રોબેટીક ટીમ દ્વારા પ્રદર્શન પહેલા એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. ફ્રેંચ એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એલાઈડ ડી-ડે લેન્ડિંગની 80મી વર્ષગાંઠની યાદમાં એરશો દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના પછી દુર્ભાગ્યપૂર્ણ સંજોગોને કારણે શો રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આગથી ના રમો…Israelથી બદલો લેવામાં ઉતાવળમાં ઈરાને અમેરિકાને આપી ચેતવણી

 

Read More

Trending Video