જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

August 29, 2024

Jamnagar: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashra- kutchh) વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા , જામનગર (jamnagar), પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસરીયા છે. ત્યારે વરસાદે વિરામ લેતાં રાહત અને બચાવ કાર્ય શરુ કરવામા આવ્યું છે. આ દરમિયાન કેટલાક મૃતદેહ પણ મળી રહી રહ્યા છે.

જામનગરમાં ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

જામનગરમાં બે દિવસમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદી પાણી ઓસર્યા બાદ લાપતા લોકોની શોધખોળ કરવામા આવી રરહી છે ત્યારે હવે કેટલાક મૃતદેહ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ જામનગરમાં પાણીમાં ડુબી જવાથી 4 લોકોના મોત થયા છે. જેમાં સમર્પણ સર્કલ પાસે આવેલ અંડર બ્રિજમાં પિતા પુત્રનું ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુભાષ બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યો છે. તેમજ ધ્રોલના લતીપરમાં વોકળામાં ડૂબી જવાથી એકનું મોત નિપજ્યું છે. આ સાથે બેડી અન ઝીણા વાળી વિસ્તારમાં પાણીમાં લાપતા બે યુવાનોની શોધ ખોળ ચાલુ છે.

મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે

મહત્વનું છે કે, ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપૂરમાં 47 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે એક તરફ ભારે વરસાદ વરસતા નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા ચે તો બીજી તરફ વરસાદી પાણી ફરી વળતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતુ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો : પૂરથી પરેશાન વડોદરાની જનતાનો ગુસ્સો ફૂટ્યો, પાણી ઓસર્યા બાદ મળવા આવેલ ધારાસભ્ય મનીષા વકીલ અને દંડક બાળુ શુક્લાનો થયો પ્રચંડ વિરોધ

Read More

Trending Video