Sourav Ganguly એ પોલીસમાં કરી ફરિયાદ, શું છે સમગ્ર મામલો?

September 19, 2024

Sourav Ganguly News : ભારતીય ક્રિકેટ ટીમના ( Indian cricket team) પૂર્વ કેપ્ટન અને BCCI ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ( Saurabh Ganguly) કોલકત્તા  પોલીસમાં (Kolkata police) સાયબર ધમકી અને માનહાનિની ​​ફરિયાદ નોંધાવી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સૌરવ ગાંગુલીની ફરિયાદના આધારે કોલકાતા પોલીસે બુધવારે આ મામલે તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

સૌરવ ગાંગુલીના સેક્રેટરીએ આપેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે – “હું તમારા ધ્યાન પર સાયબર ધમકી અને બદનક્ષીનો કેસ લાવવા માટે લખી રહ્યો છું જેમાં મૃણ્મય દાસ નામની વ્યક્તિ સામેલ છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં અપમાનજનક ભાષા છે. તેનો ઉપયોગ સૌરવ ગાંગુલીને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે જે તેની પ્રતિષ્ઠા માટે હાનિકારક છે.

પોલીસ અધિકારીએ આપી વિગતો

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે સૌરવ ગગુલીના સેક્રેટરીએ મંગળવારે રાત્રે કોલકાતા પોલીસના સાયબર વિભાગને ઈમેલ મોકલીને ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગાંગુલીના સેક્રેટરીએ ઈ-મેલ સાથે એક વીડિયો લિંક પણ શેર કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે અમને ઈ-મેલ મળ્યો છે અને અમે આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.

ગાંગુલીએ કોલકાતા રેપ-મર્ડર કેસની કરી હતી નિંદા

થોડા દિવસ પહેલા જ સૌરવ ગાંગુલીએ કોલકત્તાની એક હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે એક દીકરીનો પિતા હોવાના કારણે તે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ અને ભારત સુરક્ષિત માનવામાં આવે છે અને કોઈ એક ઘટનાના આધારે સમગ્ર સિસ્ટમ પર કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

આ પણ વાંચો :  ભારતીય નૌકાદળ દ્વારા US પાસેથી લીઝ પર લેવામાં આવેલ ખતરનાક મિલિટરી ડ્રોન બંગાળની ખાડીમાં ક્રેશ

Read More

Trending Video