Vinesh Phogat Out Of Paris Olympics 2024:પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને બુધવારે મોટો ફટકો લાગ્યો છે, વિનેશ ફોગાટ (Vinesh Phogat) ઓલિમ્પિક સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. આજે તે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધામાં ભાગ લેવાની હતી પરંતુ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે વિનેશ અને તેનો પરિવાર અને સમગ્ર દેશ નિરાશ થઈ ગયો છે. આ અંગે પૂર્વ ઓલિમ્પિક બોક્સિંગ ખેલાડી અને બીજેપી નેતા વિજેન્દર સિંહનું નિવેદન આવ્યું છે.
વિનેશ ફોગાટના અયોગ્ય જાહેર થવા પર વિજેન્દર સિંહનું નિવેદન
ભૂતપૂર્વ ઓલિમ્પિક ખેલાડી વિજેન્દર સિંહે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાને તેમની વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે ઓલિમ્પિકમાં ભારત સાથે ષડયંત્ર કરવામાં આવ્યું છે. વિજેન્દર સિંહે કહ્યુ કે, આ આપણા કુસ્તીબાજો અને ભારત સામે કોઈ મોટું ષડયંત્ર છે.તેને તે 100 ગ્રામ વજન ઓછું કરવા માટે થોડો સમય આપવો જોઈતો હતો.અમે આ પહેલા ક્યારેય કોઈ રમતવીર માટે જોયું નથી.
રમતગમત મંત્રી વિનેશની ગેરલાયકાત અંગે નિવેદન આપશે
સમાચાર છે કે રમતગમત મંત્રી બપોરે 3 વાગ્યે વિનેશની ગેરલાયકાત અંગે નિવેદન આપશે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનું નિવેદન પણ સામે આવ્યું છે. શશિ થરૂર કહે છે કે વિનેશની અત્યાર સુધીની સફર ઘણી શાનદાર રહી છે. તેણે હિંમત, ક્ષમતા અને ખૂબ જ નિશ્ચય બતાવ્યો છે. મારા માટે તેણે આપણું દિલ જીતી લીધું છે.
આ પણ વાંચો : Vinesh Phogat : PM મોદીએ વિનેશ ફોગાટ ફાઇનલમાંથી બહાર થતા ટ્વીટ કર્યું, રેસલરને કરી પ્રોત્સાહિત