Former MLA Shambhuji Thakor passed away: ગુજરાતનાં રાજકારણમાંથી (Gujarat Politics) એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ ગાંધીનગર (Gandhinagar) દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું (Shambhuji Thakor) આજે સવારે નિધન થયું હતું. શંભુજી ઠાકોરે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા ત્યારે લાંબી માંદગી બાદ આજે સવારે તેમનું નિધન થયુ હતું.
શંભુજી ઠાકોરનું નિધન થતા રાજકારણમાં શોકની લાગણી
જાણકારી મુજબ આજે સવારે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન બાદ અંતિમયાત્રા સેક્ટર 30 નાં અંતિમધામ માટે નીકળશે. ભારતીય જનતા પાર્ટીનાં અને ગાંધીનગર દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થતાં રાજકારણમાં શોકની લાગણી વ્યાપી છે.
શંભુજી ઠાકોરની રાજકીય સફર
શંભુજી ઠાકોર વિશે વાત કરવામા આવે તો , શંભુજી ચેલાજી ઠાકોર BJP નાં પીઢ નેતા કહેવાતા હતા. શંભુજી ઠાકોરે ગાંધીનગરના MLA તરીકે ત્રણ ટર્મ સેવા આપી ચૂક્યાં છે.
2007 – 2012
શંભુજી ઠાકોર ગાંધીનગર બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
2012 – 2017
તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા
2017 – 2022
શંભુજી ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા
શંભુજીની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી
વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી.આ સાથે શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : Haryana Election 2024: હરિયાણામાં મતદાન દરમિયાન હોબાળો, વિરોધીઓએ MLA બલરાજ કુંડુના કપડા ફાડી નાખ્યા