પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી પર ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરાનો આરોપ

October 18, 2024

Gurpatwant Singh Pannun : અમેરિકાએ (US) પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ (Vikas Yadav) પર ખાલિસ્તાની આતંકવાદી (Khalistan terrorist) ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ યાદવ અગાઉ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકળાયેલા હતા. અમેરિકાએ તેના પર પન્નુની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેના પર તે પૈસા ચૂકવીને હત્યાનો પ્રયાસ અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે, આ માહિતી ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા બહાર આવી છે.

ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી પર પન્નુની હત્યાના કાવતરાનો આરોપ

એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એફબીઆઈ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા લોકો સામે હિંસા અથવા બદલો લેવાના પ્રયાસોને સહન કરશે નહીં.” તેમનું કહેવું છે કે આ ષડયંત્ર કથિત રીતે મે 2023માં શરૂ થયું હતું. વિકાસ યાદવ, જે તે સમયે કથિત રીતે ભારત સરકારનો કર્મચારી હતો, તેણે હત્યાને અંજામ આપવામાં કથિત રીતે ભારતમાં અને વિદેશમાં રહેતા લોકોને મદદ કરી હતી. તેઓનું લક્ષ્ય ભારતમાં નિર્દિષ્ટ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હતું જે ખાલિસ્તાની સમર્થક છે.

ભૂતપૂર્વ ભારતીય જાસૂસ પર પન્નુની હત્યાના કાવતરાનો આરોપ

રોયટર્સ અનુસાર, વિકાસ યાદવ હાલમાં ભારતમાં છે, પરંતુ અમેરિકી અધિકારીઓ તેના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે. વિકાસ યાદવ પર પન્નુની હત્યા માટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને નોકરી પર રાખવાનો આરોપ છે. નિખિલ ગુપ્તાની ગયા વર્ષે જૂનમાં પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જોકે નિખિલે કહ્યું હતું કે તે દોષિત નથી. આરોપમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે RAW એજન્ટ વિકાસ યાદવે પન્નુની હત્યાનું કાવતરું ઘડવા માટે નિખિલ ગુપ્તાને રાખ્યો હતો.

અમેરિકી અધિકારીઓની દલીલ છે કે નિખિલ ગુપ્તાને લાગ્યું કે 2023માં કેનેડામાં નિજ્જરની હત્યા થયા બાદ તરત જ પન્નુને મારી નાખવાની જરૂર હતી. આરોપ મુજબ, નિખિલ ગુપ્તાનું માનવું હતું કે નિજ્જરની હત્યા કર્યા પછી પન્નુને મારવા માટે રાહ જોવાની જરૂર નથી.

પન્નુ કેસમાં શું થયું

આ વર્ષે સપ્ટેમ્બરમાં યુએસ કોર્ટે પન્નુ કેસમાં ભારત સરકારને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવતા સમન્સ જારી કર્યું હતું. ભારત સરકારે સમન્સને “સંપૂર્ણપણે અયોગ્ય” ગણાવ્યું હતું.

સરકાર, ડોભાલ સહિત આ લોકોના નામ સમન્સ

સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, વિકાસ યાદવ અને નિખિલ ગુપ્તાના નામ છે. તેમને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  ‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે’,સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મળી ધમકી, દુશ્મની ખતમ કરવા માંગ્યા આટલા રુપિયા

Read More

Trending Video