Forest Beat Guard Exam : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા (Forest Beat Guard Exam)ના પરિણામને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. આ પરીક્ષાનું સીધું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો હતો. અને વિદ્યાર્થીઓએ માત્ર પાસ થયેલ ઉમેદવારો જ નહિ પરંતુ પરીક્ષા આપેલ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવાની માગ કરી છે. અને આજે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી (GSSSB)ની વેબસાઈટ પર એક પરિપત્ર મુકવામાં આવ્યો છે અને તેમાં લખ્યું છે કે દરેક વિદ્યાર્થી પોતાના માર્ક્સ જ જોઈ શકશે. એટલે કે ઓરીજીનલ માર્ક્સ નહિ પરંતુ નૉર્મલાઇઝ્ડ માર્ક્સ મુકવામાં આવશે. એટલે કે એવરેજ માર્ક્સ જ મુકવામાં આવશે. જેથી મંડળની પારદર્શક રીતે પરીક્ષાના આયોજન પર સવાલો ઉઠ્યા છે. અને વિદ્યાર્થીઓની માંગ છે કે તમે જો પારદર્શકતા જાળવી છે. તો બધાના સાચા માર્કની PDF જાહેર કરો. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
લ્યો બોલો
હવે નવું આવ્યું…રો માર્કસ(ઓરીજનલ) કેમ નહિ ?
મૂકવી હોઈ તો બધાની PDF ફાઈલ જ મૂકો ને.
શિફ્ટ પ્રમાણે બધાનાં માર્કસ જાહેર કરો ને..જો કોઈ ચોરી નથી કરી તો છુપાવો છો શા માટે ??#કમલ_દયાણી #GSSSB https://t.co/crD4zQGr3M pic.twitter.com/2GaUAdO0Pf
— Yuvrajsinh Jadeja (@YAJadeja) August 3, 2024