kinjal dave case : લોકગાયિકા કિંજલ દવેને કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો છે. અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતના ઉપયોગ બદલ કિંજલ દવે સામે કોર્ટે કાર્યવાહી કરી છે. જે ગીતથી તે ફેમસ થઈ હતી તે “ચાર ચાર બંગડી વાળી ” ગીતનો કોપી રાઇટ વિવાદ ચાલી રહ્યો હતો. કિંજલ દવેને આ ગીત લાઈવ પબ્લિકમાં કે સોશ્યલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતા તેને ઓસ્ટેલિયા, કેનેડા, અને US માં 20 થી 25 વખત ગીત ગાયું. કોર્ટે કિંજલ દવે વિરુદ્ધ કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી.આ મામલે કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે માફી યોગ્ય નથી. જેથી કોર્ટે 7 દિવસની અંદર રૂપિયા 1 લાખ અરજદારને ચૂકવવા આદેશ કર્યો છે.
કિંજલ દવેને કોર્ટે ફટકાર્યો દંડ
જાણકારી મુજબ “ચાર ચાર બંગડી વાળી ” ગીતને લઈને લોકગાયિકા કિંજલ દવે મુશ્કેલીમાં ફસાઈ છે. અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતના ઉપયોગ બદલ કિંજલ દવે સામે સેશન્સ કોર્ટે કાર્યવાહી કરી છે. આ ગીતને લઈને કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. પરંતુ કોર્ટે કહ્યું કે, કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નથી. જેથી કોર્ટે કિંજલ દવેને 7 દિવસની અંદર 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જો તે સાત દિવસમાં નહી ચૂકવે તો સાત દિવસની સાદી કેદ ભોગવવાના પણ કોર્ટે નિર્દેશ આપ્યા હતા.
ગીત કોપીરાઈટ હતુ
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી’ ગીત બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. જો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કિંજલ દવેએ આ ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી ગીતને નાના ફેરફારો સાથે તેની નકલ હતું.