Banaskantha: ભારે વરસાદને લઈને રાજ્યભરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠામાં અતિભારે વરસાદને પગલે લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. તા. ૨૫ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તા. ૨૫ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવે છે.
આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં અને નદી નાળા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચન કરવામાં આવે છે. વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા/પૂર ની સ્થિત તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા, ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની, નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના તેમજ ખૂબ જ જૂની ઈમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમની શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો/શાખાઓ પડવા અને જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે. આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એજ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ‘અગમચેતી એ જ સલામતી’, Banaskantha જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ, NDRFની ટીમ કરાઈ તૈનાત