Firozabad Blast: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ(firozabad)માં ગઈકાલે રાત્રે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ(blast) થયો હતો. આ ફેક્ટરી નૌશેહરા ગામમાં એક ઘરની અંદર બનેલી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, અને 5થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમની હાલત હાલ ખતરાની બહાર હોવાનું કહેવાય રહ્યુ છે.
વિસ્ફોટનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના ઘણા મકાનો પણ ધરાશાયી થયા હતા. એસએસપી સૌરભ દીક્ષિતે અકસ્માતની પુષ્ટિ કરી છે. પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને જેસીબીની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેક્ટરીનો માલિક ફરાર છે અને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી. ફાયર બ્રિગેડ મોડા આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
આગ્રા રેન્જના આઈજી દીપક કુમારે જણાવ્યું કે શિકોહાબાદ પીએસ વિસ્તારના એક ઘરમાં ફટાકડા બનાવવામાં આવતા હતા અને અન્ય ઘરમાં વેરહાઉસ બનાવવામાં આવ્યું હતું, જ્યાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે એક ઘરની છત તૂટી પડી હતી. જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તે ઘર બળીને રાખ થઈ ગયું હતું. છત ધરાશાયી થવાને કારણે લગભગ 10 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમને બચાવ કામગીરીમાં બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા. મૃતકોની ઓળખ વેરહાઉસ ચોકીદારની પત્ની મીરા દેવી, 20 વર્ષીય પુત્ર અમન, 18 વર્ષીય પુત્ર ગૌતમ અને 3 વર્ષની છોકરી ઈચ્છા તરીકે થઈ છે. ઘટનાસ્થળે હાજર લોકો મદદ મેળવવામાં વિલંબથી ગુસ્સે થયા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

#WATCH | Deepak Kumar IG Agra Range says, " In Shikohabad PS area, firecrackers were stored at a house and a blast occurred there. Due to the impact of the blast, the roof of a nearby house collapsed. Police took out 10 people from the debris…6 people are undergoing treatment… https://t.co/hQ2S271Sto pic.twitter.com/1qGnxhIegR
— ANI (@ANI) September 16, 2024

#WATCH | Uttar Pradesh: An explosion took place in a firecracker factory located in a house in Firozabad's Naushera. House collapsed in the explosion, several feared trapped; more details awaited. pic.twitter.com/Cccs6zgqJ3
— ANI (@ANI) September 16, 2024

ચોકીદાર તેના પરિવાર સાથે વેરહાઉસમાં રહેતો હતો.
આઈજીએ જણાવ્યું કે કોઈક રીતે ગ્રામજનોને સમજાવીને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ 11 વાગ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન લોકો પાસે થી જાણવા મળ્યું કે ભુરે ખાન નામનો વ્યક્તિ કાનપુરના હાઈવેની બાજુમાં આવેલા નૌશેહરા ગામમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. તેણે પાડોશી ચંદ્રપાલ કુશવાહનું મકાન ભાડે રાખીને વેરહાઉસ બનાવ્યું હતું. એક ચોકીદાર પણ નોકરી કરતો હતો, જે પરિવાર સાથે ગોદામમાં રહેતો હતો. આ પરિવાર બ્લાસ્ટનો ભોગ બન્યો હતો. ઘાયલોને શિકોહાબાદ હોસ્પિટલ અને ફિરોઝાબાદ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈન્સ્પેક્ટર પ્રદીપ કુમાર તેમની ટીમ સાથે ક્રાઈમ સીન પર પહોંચનારા પહેલા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.