ખાલિસ્તાની આતંકવાદી Gurpatwant Singh Pannu વિરુદ્ધ અમદાવાદમાં FIR નોંધાઈ, જાણો મામલો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂનએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપી હતી

September 29, 2023

Ahmedabad News : ભારત-વિરોધી પ્રવૃત્તિ કરનાર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપી હતી. પન્નુ દ્વારા ધમકી આપતો એક પ્રી-રેકોર્ડેડ ફોન કોલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં 6 ઓક્ટોબરની મેચ દરમિયાન હુમલાની ધમકી આપી હતી. આ મામલે ગુરપતવંત પન્નુ વિરુદ્ધ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ ધમકીને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા પણ વધારી દેવામા આવી છે. ઉલ્લેખનીય છે કે ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ દાખલ થઈ હતી.

ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદમાં FIR નોંધાઈ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર સેલમાં FIR નોંધવામાં આવી છે. પન્નુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ દરમિયાન હુમલાની ધમકી આપી હતી. પન્નુએ પ્રી-રેકોર્ડેડ મેસેજ મોકલીને ધમકી આપી હતી. આ ધમકીભર્યા ઓડિયોમાં પન્નુએ કહ્યું હતું કે , AAP શહીદ નિજ્જરની હત્યા માટે પીએમ મોદી જવાબદાર છે અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે.

જાણો વાયરલ ઓડિયોમાં શું કહ્યું હતું

પન્નુએ ફોન કોલમાં કહ્યું હતું કે ‘આ ઓક્ટોબરમાં વર્લ્ડ ક્રિકેટ કપની નહીં, પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે. આ મેસેજ છે એસએફજે જનરલ કાઉન્સિલના ગુરપતવંત સિંહ પન્નુનો.’ આ મામલે આજે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ

અમદાવાદ પોલીસના સાયબર સેલે ગુરપતવંત પન્નુ વિરુદ્ધ ધમકી આપવા બદલ FIR નોંધી છે. પોલીસે FIRમાં IPCની કલમ 121, 153A, 153 B(1)(C), 505 (1)b હેઠળ કેસ નોંધ્યો છે.

અગાઉ પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ

ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું હતું કે, 6 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ અમારું લક્ષ્ય હશે. પન્નુએ અગાઉ 15 ઓગસ્ટ અને G20ના રોજ પણ ધમકીઓ આપી હતી, જ્યારે દિલ્હી પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

કેનેડામાં રહેતા હિન્દુઓને આપી હતી ધમકી

ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે. અગાઉ NIAએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ખુલ્લેઆમ ધમકી આપ્યા બાદ NIA દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

Read More