Rajkot : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીઓ , નકલી કચેરીઓ વગેરે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે રાજકોટમાં (Rajkot) ફરી એક વાર નકલી સ્કુલ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટની વધુ એક શાળામાં કૌભાંડની આશંકા !
રાજકોટની વધુ એક શાળામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. રાજકોટમાં મધુવન સ્કૂલમાં ધોરણ 9 અને 10 ના વર્ગ મંજૂરી વગર ચાલતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી અરજી કરી છે. જેમાં જણાવવામા આવ્યું છે કે, મધુવન સ્કૂલમાં ધોરણ 1 થી 8 ની મંજૂરી હોવા છતાં ધોરણ 9 અને 10 ના વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે જાગૃત નાગરિકની અરજીને લઈને ડીઇઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મંજૂરી વગર ધોરણ 9 અને 10 ના વર્ગ ચલાવતા હોવાનું સામે આવ્યું
મધુવન સ્કૂલના ધોરણ 1 થી 10ના વર્ગો ચાલતા હોવાના પોસ્ટરો પણ અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય શાળામાં નામ નાખીને ધોરણ 9 અને 10ના બાળકોને ભણાવવામા આવતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આચાર્ય દ્વારા મીડિયા અને ખોટી માહિતી આપવામાં આવી કે માત્ર 1 થી 8 ના જ વર્ગો ચાલી રહ્યા છે. જો એક થી આઠની જ મંજૂરી હોય તો ધોરણ 9 અને 10 ના એલ સી કઈ સ્કૂલના આપવામાં આવે તે પણ તપાસનો વિષય છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યુ ?
રાજકોટની મધુવન સ્કૂલમાં માન્યતા વગર શાળા ચાલવા મામલે શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યુ હતુ કે, જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી છેકે ધોરણ 10 સુધીની શાળા માન્યતા વગર અને ડમી ચાલે છે. આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે . પહેલા ભણતર આપતા હશે તો વીનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે . અત્યારે હાલ તેમના નિવેદન લે વામાં આવનાર છે. બે અધિકારીઓ શાળાના સંચાલકો અને આચાર્યના નિવેદન લેવામાં આવશે