ડાંગર કૌભાંડ મુદ્દે વિધાનસભાના ગેટ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ખેડૂતોએ હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા

February 19, 2025

Hardik Patel: ગુજરાતમાં આમ તો દરરોજ કોઈને કોઈ કૌભાંડ બહાર આવતા રહે છે. ત્યારે હાલ વિરામગામના (viramgam) ડાંગર ખરીદી કૌભાંડ ખુબ જ ચર્ચામાં છે. જયારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) અને આ ડાંગર કૌભાંડના મુખ્ય આરોપીનો ફોટો સામે આવ્યો હતો. ત્યારે ડાંગર કૌભાંડમાં ખેડૂતોને હજી સુધી પૈસાની ચુકવણી નથી કરવામાં આવી. ત્યારે આજે ચુકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભામાં વિરોધ કરવા પહોંચ્યા છે.

ખેડૂતો વિધાનસભામાં વિરોધ કરવા પહોંચ્યા

વિરમગામ ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોએ વિધાનસભાના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચુકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ડાંગર કૌભાંડને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ડાંગર ખેડૂતો વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા છે.વિરમગામમા તા.20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી.આ ખરીદીમાં રૂ.3.76 કરોડનું કૌભાંડ થયું હતું.તમામ વિરોધકર્તા ખેડૂતો ની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હાર્દિક પટેલ હાય હાય ના નારા લગાવ્યા
હતા. ખેડૂતોએ , દાદાની સરકાર નેતાજીના પત્નીની ઈનોવાની તપાસ કરવો, દાદા ગરીબ ખેડૂતોની ડાંગર બંટી- બબલી ખાઈ ગયા, બંટી બબલીનો નાર્કો ટેસ્ટ કરાવો, દાદા નેતાજીની દાદાગીરી બંધ કરાવો, વગેરે લખાણો સાથેના પોસ્ટરો લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ કરી રહેલા ખેડૂતોની એટકાયત

ખેડૂતો વિધાનસભા ગેટની બહાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.વિરોધ કરી રહેલા ખેડૂતોની એટકાયત કરીને તેમને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા.

ડાંગર ખરીદી કૌભાંડ સમગ્ર મામલો શું છે?

2023માં જયારે ડાંગરની ખરીદી ચાલી રહી હતી ત્યારે આ સમગ્ર કૌભાંડ શરુ થયું હતું. ડાંગરમાં કુલ 9 કરોડનું કૌભાંડ થયું હોવાનું ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મામલો સામે આવતા 5 કરોડ રૂૂપિયા ખેડૂતોને ચૂકવાઇ ગયા છે. ડાંગર ખરીદી કૌભાંડ બાબતે ટ્રાન્સપોર્ટ પરિવહન એજન્સીના પૂર્વ કોન્ટ્રાક્ટર ઉપેન્દ્રસિંહ ચાવડા આશરે 9 કરોડ જેટલી રકમનો ભ્રષ્ટાચાર અને કૌભાંડનાં આક્ષેપ કર્યા છે. ભાજપે ડાંગરની ખરીદી માટે 7 વ્યક્તિની કમિટી નીમેલી હતી. આ કમિટીના સભ્યો દ્વારા આ ડાંગર ખરીદી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મામલે મામલતદાર અધિકારી દ્વારા ફરિયાદ અપાતા 20 દિવસ પહેલા જ વિરમગામ પોલીસ સ્ટેશનમાં કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે માંગણી કરવામાં આવી હતી કે નાના માથાઓને છોડીને મોટાં જવાબદાર વ્યક્તિઓને આરોપી તરીકે જાહેર ખેડૂતોના પૈસા ચૂકતા કરી દેવામાં આવે.

આ પણ વાંચોસ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં કઈ નવાઈ નથી : શંકરસિંહ વાઘેલા

Read More

Trending Video