Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરો દમ લગાવીને આગળ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જનસભાઓ, મહોલ્લા સભાઓ, ખાટલા બેઠકો, ડોર ટુ ડોર અભિયાન જેવા કાર્યક્રમો કરી રહી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા અનેક વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ 16 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા અને જામપર ખાતે વિજય વિશ્વાસ સભાઓ યોજાઈ હતી. આ સાથે ભોગાત ગામે ખાટલા બેઠક યોજી ખેડૂતોની સમસ્યા જાણી હતી અને આમ આદમી પાર્ટી માટે મત માંગ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ જગ્યાએ લોકોએ આમ આદમી પાર્ટીને જબરદસ્ત આવકાર આપ્યો હતો અને આવનારી ચૂંટણીમાં ઝાડુંના બટન દબાવવા માટે પોતાની તૈયારી દેખાડી હતી. આ પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પ્રજાનો સાથ મેળવીને ગુજરાતમાં નવો ઇતિહાસ લખશે.
આ તકે ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે આજે ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. રસ્તા, સિંચાઈ, વીજળી અને ખેતીના પ્રશ્નોથી ખેડૂતો પરેશાન છે. તેમણે કહ્યું કે દુનિયા આજે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગઈ છે, પરંતુ અહીં ખેડૂતો હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળતો નથી અને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવો પડે તો તેમને રોકવામાં આવે છે, જ્યારે મોટી કંપનીઓને સરળતાથી તમામ સુવિધાઓ મળી જાય છે. સરકાર ખેડૂતો માટે પૂરતી કામગીરી કરતી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. તેમણે સરકારને અનુરોધ કર્યો કે ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, જેમાં જમીન સંબંધિત પ્રશ્નો, પાણી અને વીજળીની સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો દેશની રીડ છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું સરકારની પ્રથમ જવાબદારી હોવી જોઈએ. વધુમાં જણાવ્યુ હતુ કે જે પોતાના હક અને અધિકાર માટે બોલી શકતા નથી, તે લોકો ગુલામ સમાન છે. ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે. ભાજપના ઘણા નેતાઓ પોતે ચૂંટણી જીતી શકે એવી સ્થિતિમાં ન હોવાથી, લગભગ 700 જેટલી બેઠકો બિનહરીફ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ રીતે ગુજરાતને બિહાર જેવી પરિસ્થિતિ તરફ ધકેલવામાં આવી રહ્યું છે. હવે જાગવાની જરૂર છે. વિરોધ પક્ષના ઉમેદવારોને પકડીને, ધમકી આપી અને દબાણ કરીને તેમના ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી. જો કોઈને ભાજપ બહુ સારી લાગે છે, તો ભાજપ સામે અપક્ષ તરીકે ફોર્મ ભરીને જોઈ લો, બીજા જ દિવસે ભાજપની સાચી હકીકત સામે આવી જશે. વધુમાં જણાવ્યુ હતુ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત અને દિવસ દરમિયાન વીજળી આપી રહી છે. જો આવનાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થશે તો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Shahbaz Sharifની બચી ગઈ ઈજ્જત! સાઉદી પ્રિન્સે ગરીબ પાકિસ્તાનને 2 બિલિયન આપ્યા ડોલર