Gandhinagar : “હું કલેક્ટર છું, બદલી કરાવી દઈશ”, કહીને પોલીસ પર રોફ જમાવનાર નકલી કલેક્ટની ધરપકડ

આ આરોપી અગાઉ પણ આવી રીતે ફોન કરી ચુક્યો છે તેથી શંકા જતા ફરિયાદ નોંધાતા નકલી કલેક્ટરનો ભાંડો ફૂટ્યો હતો.

September 23, 2023

Gandhinagar News :  રાજ્યમાં એક બાદ એક નકલી સરકારી અધિકારી બનીને રોફ જમાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાંથી વધું એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે. ગાંધીનગરમાંથી નકલી કલેક્ટર ઝડપાયો છે. જે મહિલા પોલીસને ફોન કરીને બદલી તેમજ સસ્પેન્ડ કરવાની ઘમકી આપતો હતો. આરોપીએ “હુ કલેકટર છુ બદલી કરાવી દઈશ. સસ્પેન્ડ કરાવી દઈશ”. એવી ધમકી આપી હતી. આ આરોપી અગાઉ પણ આવી રીતે ફોન કરી ચુક્યો છે તેથી શંકા જતા  તપાસ કરતા નકલી કલેક્ટરનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

જાણો સમગ્ર મામલો

પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત 19 સપ્ટેમ્બરની રાત્રે પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) તરીકે હેડ કોસ્ટેબલ દીપીકાબેન કટારા તેમજ મહિલા લોકરક્ષક કાજલબા સુરેન્દ્રસિંહ ફરજ પર હતા આ દરમિયાન આરોપીએ કોલ કરીને કહ્યું કે, “હું કલેકટર ચીરાગ શેખાવત બોલુ છુ અને તમારા પોલીસ સ્ટેશનમાં સંજયસિંહ કોણ છે અને શુ નોકરી કરે છે ? “ ટ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એક કલેકટરને ફોન તેમજ મેસેજ કરી પોલીસ સ્ટેશન બોલાવે છે. ? કયાં છે તમારો ડ્રાઇવર ? તાત્કાલીક અમારી સાથે વાત કરાવો ” તેમ કહી ફોન લાઇન પર ચાલુ રાખીને અન્ય વ્યક્તિ સાથે વાત કરતા હતા જેમાં “મારે S.P.અને Dy.S.P સાથે વાત કરવાની જરુર નથી સીધા A.C.S.ને વાત કરી દો આ ડ્રોઇવર સંજયસિંહની બદલી ગાંધીનગરથી નખત્રાણા કરી ફેંકી” તેવી વાત અન્ય વ્યક્તિ સાથે કરતા કરી હતી.

ડ્રાઇવરની મને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની શુ સત્તા છે ?

“હું કલેકટર છુ. તમારા ડ્રાઇવર સંજયસિંહને તાત્કાલીક મારી સાથે વાત કરવાનુ જણાવો અને તમે જાણીને કહો કે હું કલેકટર અને કલાસ વન ઓફીસર હોવા છતા તે મને ફોન તથા મેસેજ કરી કે મહિલા પોલીસ સ્ટેશન બોલાવે છે અને ડ્રાઇવરની મને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની શુ સત્તા છે ? હુ તેને સસ્પેન્ડ કરાવી શકુ છુ અને બદલી પણ કરાવી દઇશ” તેમ કહી ફોન મુકી દીધ્યો હતો. , ત્યાર બાદ આ બાબતે મહિલા હેડ કોસ્ટેબલ દીપિકા કટારાએ તેમની સાથેના પીક્રેટમાં નોકરી કરતા મહીલા લોકરક્ષક કાજલબા સાથે ચર્ચા કરી હતી અને તેઓએ જણાવ્યું કે, મહીલા પો.સ્ટેના ડ્રાઇવર સંજયસિંહ પ્રહલાદસિંહ અને મહીલા પો.કોન્સ. સોનલબેનને પણ આ નંબર પરથી આશરે એકાદ મહિના પહેલા ફોન આવતા હતા અને કલેકટર તરીકેની પોતાની ઓળખાણ આપી બદલી કરાવવાની ધમકીઓ આપતા હતા જેથી આ નંબર બાબતે શંકા જતા તેઓએ આ બાબતે પી.આઇ. યુ.એસ. પટેલને વાત કરી હતી અને આ મોબાઇલ નંબરની ખરાઇ કરાવતા ચીરાગ શેખાવત નામના કોઇ કલેકટર નહી હોવાનુ અને આ નંબર પણ કોઇ કલેકટરનો નહી હોવાનુ સામે આવ્યું હતું.

નકલી કલેક્ટર સામે ફરિયાદ 

આમ આ નકલી કલેક્ટરનો ભાંડો ફૂટતા મહીલા પોલીસ સ્ટેશન સેકટર-16 ગાંધીનગર ખાતે કોલ કરી પોતે કલેકટર બોલતા હોવાનુ જણાવી રાજય સેવક તરીકેની ખોટી ઓળખ આપી ધમકીઓ આપવા બદલ મહિલા હેડ કોસ્ટેબલ દીપિકા કટારાએ ફરિયાદ નોંધાવી હતી. રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપવા બદલ ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આ આરોપી ગુનો નોંધાયો છે.

આરોપી જનક પંડ્યાની ધરપકડ

ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુનો નોંધાયો છે. જેથી ગાંધીનગર પોલીસે આરોપી જનક પંડ્યાની ધરપકડ કરી હતી.ડ્રાઈવિંગનો ધંધો કરતો જનક મહિલા પોલીસ મથકમાં પોલીસને ફોન કરતો હતો. આ આરોપીના પિતા પોલીસમા હતા.જ્યારે બહેન પણ પોલીસમા નોકરી કરે છે

Read More

Trending Video