સરકાર કરવા શું માંગે છે? જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટે અરજી કન્ફર્મ કરવાની તારીખ Extend

સરકાર જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટે અરજી કન્ફર્મ કરવાની તારીખ વધારી

October 21, 2023

જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) અંતર્ગત સરકાર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાના નિર્ણયનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ યોજનાના વિરોધમાં દાંડીથી (Dandi) સાબરમતિ આશ્રમ (Sabarmati Ashram) સુધી યુવા અધિકાર યાત્રાના નામથી રિવર્સ દાંડીયાત્રા (Damdi March) કાઢવામાં આવી હતી. જેને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.

ઉમેદવારોના સવાલ

બીજી બાજુ આ મુદ્દે સરકાર કરવા શું માંગે છે તે સમજાતું નથી. તલાટી, જૂનિયર ક્લાર્ક જેવી પરિક્ષાઓમાં છેલ્લા તારીખોમાં એક પણ દિવસ નહી વધારતી સરકારને જ્ઞાન સહાયકની કરાર આધારિત યોજનામાં ઉમેદવારો સાથે વિશેષ પ્રેમ હોય તેમ તારીખ એક્સટેન્ડ કરી રહી છે. શું જ્ઞાન સહાયકોની જેટલી જગ્યા છે તેટલી પણ અરજી નથી આવી એટલે સરકાર જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટે અરજી કન્ફર્મ કરવાની તારીખ વધારી રહી છે? આવું ઉમેદવારો સવાલ કરી રહ્યાં છે.

તારીખ એક્સટેન્ડ

આજે ફરી સરકારે જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટેના અરજદાર ઉમેદવારોને પોતે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતો પુનઃ યકાસણી કરીને CONFIRM કરવા તા. 23/10/2023 સોમવારે સવારે 12:00 કલાક સુધી Extend કરી છે. શું આ યોજના સરકાર રદ્દ નથી કરવાની એટલે આ તારીખ પે તારીખની રમતો રમે છે.? કે પછી હજુ સરકાર આ મુદ્દે નિર્ણય જ નથી લઈ શકી. હવે આજે ફરી તારીખ એક્સટેન્ડ કરતા સોશિયલ મીડિયા પર ઉમેદવારો સરકારની ઠેકડી ઉડાડી રહ્યાં છે કે, જ્ઞાનસહાયક (પ્રાથમિક) માટે પુરતી અરજીઓ જ નથી આવી.

Read More

Trending Video