Pakistan News : પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ ડેરા ગાઝી ખાનમાં થયો હતો જે છેલ્લા ઘણા સમયથી તહરીક-એ-તાલિબાનના નિશાના પર છે. TTP છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે. જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
પાકિસ્તામાં વિસ્ફોટ
પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ કેન્દ્ર પાસે વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન આર્મીના ન્યુક્લિયર ફેસિલિટીમાં મોટા વિસ્ફોટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. અહેવાલો મુજબ મોટી સંખ્યામાં સુરક્ષા દળો અને એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટિંગ વાહનો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. પોલીસે સ્થાનિક લોકોને ત્યાંથી દુર રહેવા જણાવ્યું છે.
જાનહાનીના અહેવાલ
આ બ્લાસ્ટ એટલો તિવ્ર હતો કે 50 કિમી સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ન્યુક્લિયર ફેસિલિટીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા મોટી જાનહાનિ સર્જાઈ હોવાના અહેવાલો મળી રહ્યાં છે. સ્થાનિકોને રેડિયેશનથી બચાવવા માટે વિસ્તાર છોડી દેવા માટે કહેવામાં આવી રહ્યું છે.+