લોકસભાની ચૂંટણી (Loksabha Elections 2024) નજીક છે રાજકીય પક્ષોએ કમરકસી લીધી છે. ગુજરાતમાં ભાજપ (Gujarat BJP) આ વખતે 26 માંથી 26 સીટો જીતીને લોકસભામાં જીતની હેટ્રીક લગાવવા માટે મેદાને છે તો ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) પોતાના અસ્તિત્વ ટકાવા રાખવા માટે જોર લગા કે હૈશા…. ના નાદ સાથે મેદાને ઉતરી ગઈ છે. કોંગ્રેસના ઘણાં એવા જુના ખેલાડીઓ જે આજે પણ રાજકારણમાં સારું વર્ચસ્વ ધરાવે છે. ગુજરાત કોંગ્રેસના આવા જ એક દિગ્ગજ નેતા વિરજીભાઈ ઠુંમ્મર (Virji Thummar) સૌરાષ્ટ્રના પાટીદાર નેતા વિરજીભાઈ ઠુંમ્મરે નિર્ભય ન્યૂઝ (Nirbhay News) સાથે ગુજરાતની રાજનીતિના ઈતિહાસની તથા લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારી જેવા વિવિધ મુદ્દે નિર્ભયપણે વાત કરી. નિર્ભય ન્યૂઝના મુદ્દા આધારિત પ્રશ્નોના કોંગ્રેસ નેતાએ જવાબ આપ્યા.
ઈલેક્શન લડવાના છો?
પહેલા તો નિર્ભય ન્યૂઝને શુભેચ્છા. ગુજરાતના લોકોને પડતી મુશ્કેલીનો મહત્વનો અવાજ બને તેવી શુભેચ્છા. વાત ઈલેક્શન (Election) લડવાની આવે તો જ્યારે પાર્ટી કહેશે તો લડી. વિરજી ઠુંમ્મર પાર્ટીનો આગેવાન છે. પાર્ટી જે જવાબદારી આપે નિભાવિશ. સરદારે જે બલિદાન આપ્યા તે રાહ પર ચાલું છું. કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. કોંગ્રેસના આ દેશને વિકાસ તરફ લઈ જશે. પ્રાથમિક સુવિધા, ગામડાનો વિકાસ કોંગ્રેસના સિદ્ધાંત છે. પાર્ટી જે કહેશે તે કરીશ. કોંગ્રેસ સાથે રહેવા માંગુ છું. મારું ગ્રાઉન્ડ વર્ક હંમેશા શરૂ રહેશે. જ્યારથી 1998માં ધારાસભ્ય બન્યો ત્યારથી જમીન સાથે જોડાયેલો છું.
કોંગ્રેસના અંતરિક ડખ્ખા
સત્તા માટે કોંગ્રેસ જ નહી ભાજપમાં (BJP) પણ ડખ્ખા છે. અડવાણીની શું સ્થિતિ છે? કોંગ્રેસમાં સત્તામાં નથી તેથી વાતો થાય છે. કેશુભાઇ, આનંદીબેન, વિજયભાઈનું શું થયું. ઝઘડા તો ત્યાં પણ થાય છે. અમારો નાનો કાર્યકર મોટા નેતાને સવાલ પુછી શકે છે. ભાજપમાં તેવું નથી
પરેશ ધાનાણી vs વિરજી ઠુંમ્મર
પરેશ ધાનાણી (Paresh Dhanani) અને વિરજી ઠુંમ્મરના અણબનાવીની માત્ર વાતો થાય છે. પરેશભાઈએ જાહેર કર્યું છે કે હું ચૂંટણી નહી લડું લડશે તેને જીતાડીશ. અમરેલીમાં કોંગ્રેસ પાર્ટીની સારામાં સારી ઓફિસ બની છે. આ ઝઘડા ચાલતા હોય તો આવી સારી ઓફિસ કેમ બને. કોંગ્રેસ માટે અમારા વચ્ચે કોઈ વૈમનસ્ય નથી. અમે બધા સતત કોંગ્રેસ સતત કોંગ્રેસને સમર્પિત છીએ.
પરેશભાઈને હરાવવામાં વિરજીભાઈનો હાથ
એક વ્યક્તિ પણ એવું કહે કે પરેશભાઈને મત ના આપતા તેવું મેં કહ્યું છે અને તે સાબિત કરે તો જાહેર જીવન છોડી દઈશ. પાર્ટી કહેશે તે લડશે અને અંદર ક્યારેય ટાંટિય નહી ખેંચ્યા. રાહુલ ગાંધી ઉભરતું નેતૃત્વ છે. દેશની ચિંતા કરે છે. લોકોની વચ્ચે જાય છે. તેનામાં કોઈ વૈમનસ્ય ના હોય રાજીવ ગાંધી લઈ ગયા હતા તેમ તેઓ દેશને આગળ લઈ જાય તેવી અમારી લાગણી છે.
સહકારી ક્ષેત્ર અને ટાંટિયા ખેંચ
ભાજપમાં પણ આવું છે. સહકારી સંસ્થા સાથે જોડાયેલો છું. સહકારથી જ દેશનો વિકાસ થાય સરદાર પટેલ તેવું માનતા. પ્રમુખ બનવા હરિફાઈ હોઈ શકે છે પણ સહકાર ક્ષેત્રમાં એવું નથી. ભાજપના આગેવાનો સાથે ઘણી સહકારી સંસ્થામાં જોડાયેલો છું. બધું વ્યવસ્થિત ચાલે છે.
પહેલાની રાજનીતિ અને અત્યારની રાજનીતિ
કેશુભાઈ (KeshuBhai Patel) મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ મોદી મુખ્યમંત્રી થયા ઘણાં પરિવર્તન આવ્યા. કેશુભાઈ વિપક્ષની વાત સાંભળતા આજે કોઈ નથી સાંભળતું. ચીમનભાઈની સરકાર વખતે પણ એમ હતુ ચીમનભાઈ વિપક્ષની વાત સાંભળતા. આજે ભુપેન્દ્રભાઈ સાંભળે છે મોદી રાજમાં નથી. આ લોકશાહી માટે નુકસાનકારક છે.
વધુમાં તેમણે કહ્યું, પહેલા પરિવારની ભાવના હતી. મચ્છુ ડેમ તુટ્યો માધવસિંહભાઈને (Madhavsinh Solanki) બાબભાઈ જસભાઈએ કહ્યું અને તેઓ બંને સાથે હેલિકોપ્ટરમાં ગયા હતા. આજે વિરજીભાઈ સાથે બેસતા અધિકારી ડરે છે કે ક્યાંક કોઈ જોઈ જશે તો બદલી થઈ જશે. લોકશાહી માટે આ સારી વાત નથી.
કેવા ફેરફાર થયાં?
બાબભાઈ જસભાઈ વિપક્ષના નેતા હતા ત્યારથી જમીનમાં અનેક નેતાઓ સાથે કામ કર્યું મને લાગે છે કે તે વખતે CM સાચી વાત સ્વિકારતા. કેશુભાઈ અમેરીકા હતા અને ત્યારે અશોકભાઈ (Ashok Bhatt) ઈન્ચાર્જ CM હતા તે સમયે ખેડૂતોને આકસ્મિક વિજળીની જરૂરિયાત ઉદ્ભવી અને જો સરકાર વિજળી ના આપે તો ખેડૂતોનો ઘઉંનો પાક નિષ્ફળ જાય તેમ હતો. અમે ખેડૂતો માટે વિજળીની રજૂઆત કરવા ગયા સરકારે દિવસે 6 કલાક અને રાતે 2 કલાક ખેડૂતોને વિજળી આપવાનો નિર્ણય કર્યો. વર્ષ 1994-95માં ખેડૂતોને ઘઉંનું ઉત્પાદન થયું. અશોકભાઈએ અમારી સમક્ષ સ્વિકાર્યું કે તમારી રજૂઆત સાચી હતી. સત્તાપક્ષમાં આ સ્વિકારવાની હવે શક્યતા નથી તેથી લોકશાહીને નુકસાન થાય છે.
લોકસભામાં BJP માંથી ઓફર આવે છે?
અમારો તાલુકા પંચાયતના હારેલા ઉમેદવારોને પણ સ્વિકારી લે છે તો મને તો ઓફર આવે જ પરંતુ હું તેમની રાજનીતિ સાથે જઈશ નહી. વાતો થાય છે પણ બંનેની વિચારધારાનો તફાવત છે. સરદારે RSS પર પ્રતિબંધ લગાવ્યો હતો છતાં સરદાને તેમણે સ્વિકારી લીધાં છે શું તેઓ RSS પર પ્રતિબંધ લગાવશે. દેશને તોડજોડ કરનાર RSS છે. કોંગ્રેસ આ દેશને જોડવાની રાજનીતિમાં માને છે.
અત્યારની કોંગ્રેસમાં શું ફેરફાર થવા જોઈએ?
ખોટા પ્રચારથી કોંગ્રેસને નુંકસાન કરવામાં આવી રહ્યું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેના પરિણામ બતાવશે. ભાજપના છેલ્લા દિવસો ચાલે છે. 2024માં સત્તા પર નહી આવે.
ચૂંટણી સર્વે
મેનેજ સર્વે છે સાચા નથી પરિણામ પછી બધુ બતાવશે. હિંદુસ્તાનની જનતાએ સ્વિકાર્યા ત્યારે મુઘલોથી લઈ અંગ્રેજો સુધી બધાને સ્વિકાર્યા અને નહોતા સ્વિકાર્યા ત્યારે કોઈને નહોતા સ્વિકાર્યા.
CR પાટીલ કહે છે 26 માંથી 26 જીતશે અને 5 લાખના માર્જીન સાથે
CR ગમે ત્યારે ગમે તે બોલે છે. કોન્સ્ટેબલ હતા ડિસિમિસ અને સસ્પેન્ડ થયા પછી રાજનીતિમાં આવ્યા તે શું બોલે તેનો જવાબ હું નહી આપી શકું. તેમને જે કહેવું હોય તે કહે 2004માં હું જીત્યો હતો ત્યારે તેઓ શાઈન ઈન્ડિયા સુત્ર લઈને આવ્યા હતા ત્યારે અમે 12 સીટો જીત્યા હતા. આ વખતે અમારી 50% થી વધારે સીટો આવવાની છે.
કાર્યકર્તા
કોંગ્રેસના કાર્યકર્તા (Congress Workers) ઘણાં છે. ધર્મની રાજનીતિમાં છેતરાયા હતા હવે પાછા આવી ગયા છે. આ વખતે AAP ના કારણે અમારા મત તુટ્યા તે લોકોને ખબર પડે છે. તે આ વખતે નથી થવાનું, કાર્યકર્તા સાયલન્ટ છે.
ધર્મની રાજનીતિ ફરી શરૂ થઈ છે
ભાજપ પાસે બીજી કોઈ વાત નથી. નાનો બાળક સુવે નહી ત્યારે તેની માતા કહે છે સુઈ જા બાઘડો આવશે તેમ કહીને બાળકને સુવડાવી દે છે. આવી રીતે ડરાવીને રાજનીતિ કરે છે કોઈ બાઘડો નથી. જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમશો તો પીચ ખોદી નાખીશું આ વખતે તેમણે જ ગરબા કરીને પાકિસ્તાનની ટીમનું સ્વાગત કર્યું. દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે.
રામમંદિર બની જશે
18 વર્ષે મતાધિકારનો નિર્ણય રાજીવ ગાંધીનો હતો, કોંગ્રેસે એક-એક ગામમાં રામમંદિર માટે જમીન આપી હતી કોંગ્રેસ રામમંદિરનો નહી પરંતુ તેના નામે થતી રાજનીતિનો વિરોધ કરે છે. લોકો ઓળખી ગયા છે. રામમંદિર બને તે આવકાર્ય છે. અમે કોઈ ધર્મના વિરોધી નથી. બધા ધર્મને સ્વિકારવામાં માનીએ છીએ.
કોંગ્રેસની હિંદૂવિરોધી છાપ
ભાજપ ખોટો પ્રચાર કરે છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારત જોડો યાત્રા કરી, પાર્ટી અને તેમનું કદ મોટું થયું. અમેરીકાનો તેમને ઈન્ટર્વ્યૂ જુઓ ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર અભ્યાસુ માણસ છે. સોશિયલ ડિઝિટલ માધ્યમથી પહોંચ્યા છે. દેશની પ્રજા જાગૃત છે. લોકો ઓળખી ગયા છે. 2 કરોડ નોકરીની તેમણે વાત કરી. કેટલાને મળી? યુવાનોમાં આક્રોશ છે. સ્મૃતિ ઈરાની વાત કરે છે તેમનો ઈતિહાસ શું છે. બધાને ખબર છે લોકો જાણી ગયા છે જે મતપેટીમાં દેખાશે.