Nitin Patel: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે.આખા બોલા નીતિન પટેલે ફરી એક વાર જાહેરમાં ચીમકી ઉચ્ચારી છે જેને લઈને ચર્ચાઓ ઉઠી છે. હવે નીતિન પટેલ ભેળસેળ કરતાં ઓઇલ મીલરો (oil mill holders) પર બગડ્યાં છે અને તેમને જાહેરમાં ચીમકી પણ આપી છે.
નીતિન પટેલ ભેળસેળ કરતાં ઓઇલ મીલરો પર બગડ્યાં
મળતી માહિતી મુજબ કડીના ચંપાબા રતિલાલ ટાઉનહોલ ખાતે ગુજરાત કોટન એસોસિયેશનની 26મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કપાસિયા ખોળમાં થતી ભેળસેળને લઇને ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો છો. ઐસે નહીં ચલેગા, વરના મે ક્યા કરૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગૉડાઉન કો, ફીર ઈસમેં કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના.
નીતિન પટેલે અધિકારીઓને ચેતવણી આપી કે પછી દેખાડો કર્યો?
મહત્વનું છે કે, ખોળ, તેલ સહિતની ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં મીલોના માલિકો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે જો કે, સવાલ તે થાય છે કે, આ ભેળસેળ તો નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે પણ થઇ રહી હતી, પરંતુ તે વખતે કદાચ તેમને આ કહેવાનો મોકો નહીં મળ્યો હોય. અને હવે તેઓ સત્તામાં નથી ત્યારે તેમને ભેળસેળીયાઓને ચીમકી આપી છે ત્યારે સવાલ તે થાય છે કે, તેઓને હકીકત ખબર છે જાહેર મંત પરથી આટલો મોટો ખુલાસો કરી રહ્યા છે તો તેઓ આ મામલે કાર્યવાહી કેમ નથી કરતા ? માત્ર જાહેર મંચ પરથી ચીમકી આપીને ચર્ચામાં આવવા માટે જ આ દેખાડા કરી રહ્યા છે કે, કારણ કે, લોકોના આરોગ્ય સાથે ચેડા જેવી ગંભીર બાબત પર માત્ર ચીમકી આપવાથી ચેડા થતા બંધ થઈ જશે જો ખરેખરમાં નીતિન પટેલને લોકોના આરોગ્યની ચિંતા છે તો તેઓ આ ગંભીર ઘટના મામલે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા ?
આ પણ વાંચો : નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?