ફરી લો Reels ની મજા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થયા શરૂ

March 6, 2024

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફરી શરૂ થયા છે. આ સાથે કરોડો યુઝર્સે રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ, 5 માર્ચ, 2024 મંગળવારની રાત્રે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા હતા. યુઝર્સના એકાઉન્ટ્સ અચાનક લોગ આઉટ થઈ ગયા હતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ લગભગ 50 મિનિટ સુધી પરેશાન રહ્યા.  Google અને Metaની વિવિધ એપ્સમાં નેટવર્ક આઉટેજની સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યાની આસપાસ નોંધવામાં આવી હતી.

મેટા તરફથી નિવેદન

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આ મામલે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. મેટાના કોમ્યુનિકેશનના વડા એન્ડી સ્ટોને ટ્વીટ કર્યું, અમે જાણીએ છીએ કે લોકોને અમારી સેવાઓ ઍક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે અત્યારે તેના પર કામ કરી રહ્યા છીએ.

Read More

Trending Video