ICC WORLD CUP 2023 આજથી શરુ થઈ રહ્યો છે. વર્લ્ડ-કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડ ટકરાશે.આ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મેચ દરમિયાન વરસાદ ખેલ બગાડશે કે નહીં તેની પણ ચિંતા વ્યક્ત કરવામા આવી રહી છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે મેચ દરમિયાન વાતાવરણ કેવું રહેશે.
આજે વાતાવરણ કેવું રહેશે
અમદાવાદના આંગણે વર્લ્ડકપ ક્રિકેટનો આજથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસનું વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ મેચના કલાકો દરમિયાન વરસાદની કોઈ આગાહી નથી. આજે તળકો રહેવાની સંભાવના છે. જો કે મેચ દરમિયાન ઝાકળ મોટી ભૂમિકા ભજવી શકે છે.
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામ-સામે ટકરાશે
ICC WORLD CUP 2023 આજથી શરૂ થઈ રહ્યો છે. જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ શરૂવાતની મેચમાં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડ ટકરાશે. આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે મહત્વનું છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. અગાઉ 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતા.