ગુજરાતના જુદા-જુદા બોર્ડ-કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને HRA, CLA, TA અને MA જેવા ભથ્થાનો લાભ મળશે

October 21, 2023

રાજ્ય સરકારના વિવિધ ઠરાવોથી કેન્દ્રીય સાતમા પગારપંચના લાભો રાજ્યના કર્મચારીઓ તથા પંચાયત હસ્તકના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ ચાર ભથ્થા ઘરભાડા ભથ્થા(HRA), સ્થાનિક વળતર ભથ્થા(CLA), પરિવહન ભથ્થા(TA), તબીબી ભથ્થા(MA) નો લાભ આપવામાં આવેલ હતા. જે અનુસાર રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે તેઓ તરફથી મળેલ વિવિધ રજૂઆતો સરકારના વિચારણામાં હતી.

અધિકારી-કર્મચારીઓની રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવી રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને રાજ્ય સરકારના કર્મચારીઓની માફક રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ આ ભથ્થાઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને નાણા વિભાગ દ્વારા તા. ૧૯-૧૦-૨૦૨૩ના ઠરાવથી તેઓને તા. ૦૧-૧૦-૨૦૨૩ થી મળવાપાત્ર રહે તે રીતે અમલમાં મૂકવામાં આવેલ છે. આ ઠરાવથી રાજ્યના ૬૫ જેટલા બોર્ડ નિગમોના કર્મચારીઓને આ ભથ્થાનો લાભ મળશે, તેમ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More

Trending Video