Eid Milad-Un-Nabi 2024: આજે ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પર્વની સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી,રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી

September 16, 2024

Eid Milad-Un-Nabi 2024: આજે 16મી સપ્ટેમ્બરે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીની (Eid Milad-Un-Nabi ) ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) સહિત દેશના અનેક નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીના ખાસ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. PMએ X પર લખ્યું, ‘ઈદ મુબારક! મિલાદ-ઉન-નબીના અવસર પર હાર્દિક શુભકામનાઓ. સંવાદિતા અને એકતા હંમેશા પ્રબળ રહે. ચારે બાજુ સુખ અને સમૃદ્ધિ રહે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનંદન પાઠવ્યા

આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ઈદ-એ-મિલાદ-ઉન-નબીના તહેવાર પર શુભેચ્છા પાઠવી છે. તેમણે પર લખ્યું હતું. “પયગંબર મોહમ્મદે અમને પ્રેમ અને ભાઈચારાની ભાવનાઓને મજબૂત કરવા પ્રેરણા આપી. તેમણે સમાજમાં સમાનતા અને સંવાદિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે લોકોને અન્યો પ્રત્યે દયાળુ બનવા અને માનવતાની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા. ચાલો આપણે પવિત્ર કુરાનની પવિત્ર ઉપદેશોને આત્મસાત કરીએ અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ.

મલ્લિકાર્જુન ખડગેએ અભિનંદન પાઠવ્યા

આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેણે X પર લખ્યું, “બધાને ઈદ મિલાદ-ઉન-નબીની શુભેચ્છા. આ ધન્ય અવસર આપણા જીવનમાં શાંતિ, કરુણા અને સમૃદ્ધિ લાવે અને બધા વચ્ચે એકતા, સૌહાર્દ, દયા અને સંવાદિતાને પ્રોત્સાહન આપે.”

આ પણ વાંચો :  Vande Bharat Metro નું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે, જાણો નામ બદલવાનું શું છે કારણ ?

Read More

Trending Video