શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ભુતિયા શિક્ષકો, ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિવાદ અને ચૈતર વસાવાના આરોપ મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

August 10, 2024

Kuber Dindore : ગુજરાત સરકાર (Gujarat Government) હાલ ભણતર પર ખુબ ભાર મુકી રહી છે અને ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે જોવામાં આવે છે તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામા આવતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા ગુજરાતમાં શિક્ષણ (Education) ખાડે ગયું ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમા કાયમી શિક્ષકોની નોકરીનો મુદ્દો છે તેમજ કેટલીક શાળાઓમાં બાળકોને ભણાવવા શિક્ષકો નથી તો વળી હવે તો રાજ્યના અમક શાળાઓમાં ભુતિયા શિક્ષકોની ઘટના સામે આવી રહી છે કે જેઓ બાળકોને ભણાવવાનો પગાર તો લે છે પરંતુ શાળામાં દેખાતા પણ નથી. ત્યારે રાજ્યમાં ચાલતી આ લાલીયાવાળી અંગે આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે (Education Minister Kuber Dindore) નિવેદન આપ્યું છે.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ફોરેસ્ટ ગાર્ટ મુદ્દે આપ્યું નિવેદન

છોટાઉમેપુરમાં 7 માં વન મહોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ફોરેસ્ટ ગાર્ટના આંદોલન મામલે શિક્ષણમંત્રીએ નિવદન આપ્યું હતું. તેમણે કહ્યુકે, નિતિવિષયક બાબતો હશે તેનો રિપોર્ટ મારી પાસે નથી પરંતુ જે નિતિ વિ।યક માંગ હશે તેના માટે રાજ્ય સરકાર અને ફોરેસ્ટ વિભાગ પ્રયત્નશીલ છે. અને તેનું સુચારુ ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવામા આવી રહી છે.

રાજ્યમાં ભુતિયા શિક્ષકોની ઘટના મુદ્દે આપ્યું નિવેદન

આ સાથે બનાસકાંઠા અને ખેડામાં શિક્ષકો શાળામાં ન હોવા છતા પગાર લઈ રહ્યા છે. તે અંગે તેમણે કહ્યુ કે, એક શિક્ષની વાત મારી પાસે આવી છે તે હુ એક ઝુબેશના રુપમાં અમારી 32 હજાર ઉપરની શાળાઓ છે ત્યાંથી અમે રિુપોર્ટ મંગાવીશું અને જે વિદેશ ગયો છે અને પગાલ લે છે તે તો દોષિત છે પરંતુ તેની સાથે જે તેની હાજરી પુરે છે તે વધુ દોષિત છે. એટલા માટે અમે દોષિત શિક્ષકની સાથે આચાર્ય પર પણ કાર્યવાહી કરીશું. મેં રીપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં જુબેશના રુપમાં આવા શિક્ષકો પર કાયદેસરની કાર્યવાહી કરીને તેમને ઘર ભેગા કરાવામાં આવશે.

કુબેર ડિંડોરે ચૈતર વસાવાના આરોપો પર શું કહ્યું ?

વધુમાં શિક્ષણમંત્રીએ ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે, ચૈતર વસાવા સમાજને ગુમરાહ કરવાનુ કામ કરેછે. તેમજ ચૈતર વસાવાએ એકલ્ય શાળાઓમાં શિક્ષક ન હોવા મામલે ઉઠાવેલ પ્રશ્ન બાબતે કહ્યુ કે, સેન્ટ્રલ ગવરમેન્ટની જે રિક્ષા પાસ કરે તેની જ ભરતી થાય છે. અને ગુજરાતના એક પણ વિદ્યાર્થી નથી તે વાત ખોટી છે ગુજરાતના 4 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જો સારુ અને ક્વોલીટી વાળું શિક્ષણ મળશે તો આવનારા સમયા પરીક્ષાઓ પણ પાસ કરીશું. આવનારા સમયમાં યુપીએસસી ક્લિયર કરવા માટે અત્યારનો આ પાયો છે. આ દિશામા આગળ વધી રહ્યા છે. અત્યારે આ પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ આવ્યા છે. જે મેરીટમાં આવે છે તેમને એડમીશન આપીએ છીએ એમનેમ નહીં આપતા. બીજી અમારી સ્કુલો છે ત્યા અમે વગર પરીક્ષાએ એડમીશન આપીએ જ છીએ. આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ GPSC અને UPSC પાસ કરશે IIT માં જશે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરશે તેનો પાયો અમે નાખી રહ્યા છીએ એને કેટલાક લોકોને તે ગમતુ નથી. ગુજરાતી વિષય ગુજરાતમાં ફરજિયાત કર્યો છે ગુજરાતીન ભોગે કશુ નથી થઈ રહ્યું..

આ પણ વાંચો :  PM Modi Wayanad Visit: PM મોદી પહોંચ્યા વાયનાડ ,ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઇ નિરીક્ષણ

Read More

Trending Video