લોકશાહીમાં નેતા જનતાની સેવક છે, નેતાજીની સાચી આરાધના લોકોની સેવા કરવામાં અને લોકોના પ્રશ્નો સાંભળવામાં છે. પરંતુ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નેતાઓ જાડી ચામડીના હોય તે સાબિત કરી દીધું. નરેન્દ્ર મોદીના નામે મત મેળવી સત્તાના શિર્ષ સ્થાને બિરાજનમાં આ નેતાઓએ પાસે જનતાને સાંભળવાનો સમય નથી.
વિરોધ
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના હેઠળ શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો જેનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ નિર્ણય સામે વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રાના નામે રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી હતી જેની ગઈકાલે પૂર્ણાહૂતિ થઈ.
નેતાની સાચી આરાધના
એક તરફ ઉમેદવારો ગાંધીઆશ્રમમાં ગાંધીબાપુને પ્રાર્થના કરી રહ્યાં હતા તો બીજી તરફ શિક્ષણમંત્રી પોતાના મતવિસ્તારમાં ગરબે ઘુમી રહ્યાં હતા. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પોતાના મતવિસ્તારના લોકો સાથે નવરાત્રી મનાવે ગરબા કરે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહી પરંતુ જનસેવકની સાચી આરાધના જનતાની સેવા કરવાની છે. લોકોના પ્રશ્નોને સાંભળી તેનો ઉકેલ લાવવાની છે. નેતાઓ જાડી ચામડી ના હોય તે કુબેર ડિંડોરે આજે સાબિત કરી દીધું.
નેતાજીના ગરબા
પોતાની માંગોને લઈને રસ્તા પર નિકળેલા આ યુવાનોને જો એકવાર પણ સાંભળ્યા હોત તો આપણે સાચો સ્વરાજ મેળવેલો છે તેમ માની શકીએ. દિલ્હીની ગાદીથી ડરતી ગાંધીનગરની ગાદી આ આશાસ્પદ યુવાનોના હિતમાં નજીકના ભવિષ્યમાં નિર્ણય લેશે તેવી આશા. એક તરફ બેરોજગાર યુવાનો હેરાન છે અને મંત્રીજી ગરબે ઘુમી રહ્યાં છે. લોકશાહીમાં જનપ્રતિધિની સાચી આરાધના લોકોની સેવામાં છે અને એમાં નિષ્ફળ રહેશો તો જનતા ઘેર બેસાડી દેશે.