Vadodara : શિક્ષણમંત્રીને પૂર આવ્યાના અઠવાડિયા બાદ યાદ આવ્યું વડોદરા ! જનતાએ પણ આપી દીધો જોરદાર જાકારો

September 2, 2024

Vadodara : વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલ પુરના પાણીએ વિનાશ વેર્યો છે. તંત્રના પાપે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પહેલા જ્યારે વડોદરાવાસીઓ પુરના પાણીમાં ફસાયેલા હતા તેમની મદદની જરુર હતી ત્યારે સત્તાધિશો ફરક્યા પણ નહોંતા પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ એકાએક વડોદરાની યાદ આવી રહી છે. જેથી એક બાદ એક મોટા નેતાઓ હવે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પાણી ઓસર્યા બાદ મુલાકાતે આવતા પદાધિકારીઓને લોકોને રોષનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેમને પોતાના વિસ્તારમાંથી ભગાડી પણ રહ્યા છે. જેથી નેતાઓને અસરગ્રસ્તોની મુલાકાત લેવું પણ મુશ્કેલ બની ગયુ છે. તેવામાં ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાકારો આપ્યો છે.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવ્યા

તાજેતરમાં જ વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપ તેમજ સતત પડતા વરસાદના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને કો વિસ્તારોમાં ઘૂંટણ તેમજ કમળ સમા પાણી જોવા મળ્યું હતું લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા ની સાંઈ વિહાર સોસાયટીઓ કીટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન અનેક સોસાયટીમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા હતા જેને ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટી તેમજ રાજ્ય સરકારના કુબેર ડીંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા.આ દરમિયાન જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર મુલાકાત લેશે તેમ જ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો પુર થી પ્રભાવિત થયા છે તે માટે સર્વે પણ કરવામાં આવશે, ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે જ્યારે શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન, પલડી ગયો છે તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે જ્યારે કલેક્ટર કચેરી ખાતે ગૃહ મંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર છે પૂરગ્રસ્તોને આર્થિક સહાયની કામગીરી માટે આજે બેઠક મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

વડોદરામાં ડેમેજ કંટ્રોલ કરવા મંત્રીઓ મેદાને

નોંધનીય છે કે, વાઘોડિયા રોડની સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા ત્યારે લોકોએ કીટનો અસ્વીકાર કર્યો હતો અને પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાળવી હતી જેથી સ્પષ્ટ થાય છે ત્યારે બીજી સોસાયટીઓના રહીશોએ અનાજ કીટ સામગ્રીનો સ્વીકાર પણ કર્યો હતો કે રાજ્યના શિક્ષણ મંત્રીનો પણ પ્રજાએ જાકારોઆપ્યો છે. મહત્વનું છે કે, અત્યારે વડોદરાવાસીઓમાં ભાજપના નેતાઓ અને તંત્ર પર જે રોષ છે તેને જોતા ભાજપ પણ ટેન્શનમાં આવી ગયું છે. જેથી લોકોને સહાય સહીતની લોલીપોપ આપીને આ રોષને ઠારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. વડોદરામાં સ્થાનિકતંત્ર નિષ્ફળ જતા  દિગ્ગજ નેતાઓ હવે ડેમેજ કંટ્રોલ કરવા ઉતર્યા છે. જો કે, હવે ભાજપ કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો :  ED Raids AAP MLA Amanatullah Khan:ચાર કલાકના દરોડા અને પૂછપરછ બાદ ED એ AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ

Read More

Trending Video