Gandhinagar: શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકોને (teacher) જોઈને તેની અસર શાળાના બોળકો પર ન થાય તેના માટે શિક્ષણ વિભાગ (Education department) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા (pan masala) ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ
રાજ્યની શાળાઓમાં વ્યસની શિક્ષકોના કારણે બાળકો પર થતી ખરાબ અસરની વાત મુખ્યમંત્રી સુઘી પહોંચી હતી અને શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જે બાદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી (COS) હરકતમાં આવ્યું હતું અને COS દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓે પત્ર લખવામાં આવ્યા છે.
બાળકો પર ખરાબ અસર ન થાય તે માટે નિર્ણય
આ પત્રમાં જણાવવામા આવ્યું છે કે, બાળકો સ્કૂલમાં જીવન ઘડતરના પાઠના બદલે વ્યસનના પાઠ શીખીને જાય તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત છે. જેથી શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે આ સાથે શિક્ષણ વિભાગે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. વધુમાં તેમ પણ જણાવવાયું છે કે, શાળાના અમુક અંતરે સિગારેટ-મસાલા જેવી વસ્તુઓનું વેચાણ ન થવું જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે.
આ પણ વાંચો : CAA : ત્રણ દેશોમાંથી કરોડો લોકો ભારત આવશે, તેમને રોજગાર કોણ આપશે? : Arvind Kejriwal