અભિનેતા Ranbir Kapoor ને ED નું તેડું, બોલીવુડના અન્ય સ્ટાર પણ રડાર પર, જાણો શું છે મામલો

આ કેસમાં માત્ર રણબીર કપૂરનું જ નામ નથી પરંતુ અન્ય 15-20 વધુ સેલેબ્સના નામ પણ સામેલ છે.

October 4, 2023

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર મોટી મુશ્કેલીમાં મુકાયો છે. અભિનેતાને ‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં ED તરફથી સમન્સ મોકલવામાં આવ્યા છે. અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

બોલીવુડના સ્ટાર્સ EDની રડાર પર

મહત્વનું છે કે આ કેસમાં માત્ર રણબીર કપૂરનું જ નામ નથી પરંતુ અન્ય 15-20 વધુ સેલેબ્સના નામ પણ સામેલ છે. જાણકારી મુજબ આ લિસ્ટમાં આતિફ અસમલ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર સોફ, નેહા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરુચા, અને કૃષ્ણા અભિષેકનું નામ સામેલ છે.

જાણો સમગ્ર મામલો

‘મહાદેવ ગેમિંગ’ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર છે. તે મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ છે. સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા. તેને આ લગ્ન દુબઈમાં કર્યા હતા અને આ લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. અને તેને લગ્નમાં બોલીવુડના ઘણા સ્ટાર્સને પરફોર્મ કરવા માટે બોલાવ્યા હતા. આ વૈભવી લગ્નનો વિડિયો ભારતીય એન્જન્સીના હાથે લાગ્યો હતો. ત્યારે આ લગ્નનમાં પરફોર્મ કરવા બોલાવેલા તમામ કલાકારો પણ ED ની રડાર પર છે. સૌરભ ચંદ્રાકર પર કલાકારોને પૈસા આપવાનો આરોપ છે.

ED ની તપાસમાં ખુલાસો

ED ની તપાસમાં સામે આવ્યું છે કે ‘મહાદેવ બુક એપ’ અને સટ્ટાબાજીના આ મામલામાં છત્તિસગઢના કેટલાક રાજકારણીઓ, પોલીસ ઓફિસર, અને રાજનેતાઓના સાથીદારો સાથે જોડાયેલ છે. આ સટ્ટાબાજીની એપનું ટર્ન ઓવર 20000 કરોડ રુપિયાની આસપાસ છે. આ એપ 30 કેન્દ્રોથી ઓપરેટ થઈ રહી છે, પરંતુ તેના પ્રમોટર્સ દુબઈમાં છે, જ્યાં જુગારને કાયદેસર ગણવામાં આવે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ છે તેથી એપ અહીં કામ કરવા માટે અલગ-અલગ નામોનો ઉપયોગ કરે છે.

રુ. 417 કરોડની સંપત્તિ જપ્ત

ED આ મામલાની ઉંડી તપાસ કરી રહી છે. EDએ કેસના સંબંધમાં ભોપાલ, મુંબઈ અને કોલકાતામાંથી રુ. 417 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

Read More

Trending Video