Kolkata Rape-Murder Case: કોલકત્તા રેપ-મર્ડર કેસમાં CBI બાદ હવે EDએ એન્ટ્રી કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં (RG Kar Medical College) પણ ભ્રષ્ટાચારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLA હેઠળ કેસ નોંધ્યો છે.ત્યારે આ ભ્રષ્ટાચારના કેસમાં EDના દરોડા ચાલુ છે. આ મામલામાં ED અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. કોલકાતામાં 5 થી 6 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે.
કોલકત્તા રેપ-મર્ડર કેસમાં CBI પછી હવે EDની એન્ટ્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સાથે સંકળાયેલા પરિસર પર દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ સંદીપ ઘોષના નજીકના લાંચ લેનારાઓના ઘરે પણ પહોંચી ગયા છે. દરોડામાં હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રસુન ચેટર્જીના ઘરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.આ દરોડા સંદીપ ઘોષ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોના ઠેકાણાઓ પર પાડવામાં આવી રહ્યા છે. કોલકત્તા 5 થી 6 સ્થળો પર EDના દરોડા ચાલુ છે.
#WATCH कोलकाता, पश्चिम बंगाल: कोलकाता के आरजी कर मेडिकल कॉलेज के पूर्व प्रिंसिपल संदीप घोष के घर पर प्रवर्तन निदेशालय की छापेमारी जारी है। ED ने वित्तीय अनियमितताओं के मामले में PMLA का मामला दर्ज किया था। घोष फिलहाल CBI की हिरासत में हैं। pic.twitter.com/EWUCQnWKtS
— ANI_HindiNews (@AHindinews) September 6, 2024
આરોગ્ય વિભાગે ઘોષને કરી દીધા છે સસ્પેન્ડ
તમને જણાવી દઈએ કે, સંદીપ ઘોષને તેમના કાર્યકાળ દરમિયાન તબીબી સંસ્થાનમાં કથિત નાણાકીય અનિયમિતતાઓના સંબંધમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે ઘોષને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા 28 ઓગસ્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ સંદીપ ઘોષની સદસ્યતા રદ કરી દીધી હતી.
આ લોકોની પણ કરાઈ છે ધરપકડ
તમને જણાવી દઈએ કે CBIએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોની નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. ઘોષના સિક્યોરિટી ગાર્ડ અફસર અલી (44) અને હોસ્પિટલના સેલ્સમેન બિપ્લવ સિંઘા (52) અને સુમન હજારા (46)ની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો હોસ્પિટલમાં સામગ્રી સપ્લાય કરતા હતા.
હોસ્પિટલના પૂર્વ નાયબ અધિક્ષક ડો.અખ્તરઅલીએ નોંધાવી હતી ફરિયાદ
પ્રિન્સિપાલ તરીકે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક ડૉ. અખ્તર અલી દ્વારા સંસ્થામાં ઘણા કેસોમાં નાણાકીય અનિયમિતતા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં લાવારસ મૃતદેહોની દાણચોરી, બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં ભ્રષ્ટાચાર અને બાંધકામના ટેન્ડરોમાં ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસ પહેલા આ મામલે તપાસ કરી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ પણ આ તપાસ પોતાના હાથમાં લીધી.
પોલીસે 19 ઓગસ્ટે નોંધ્યો હતો કેસ
19 ઓગસ્ટે કોલકત્તા પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ IPCની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ 24 ઓગસ્ટે તપાસ સંભાળી હતી. સંદીપ ઘોષની આ કલમો હેઠળ જ ધરપકડ કરવામાં આવી હતી.