Economics Nobel Prize 2024:આ 3 અર્થશાસ્ત્રીઓને મળ્યું અર્થશાસ્ત્ર માટે નોબેલ સન્માન, જાણો તેઓએ કયા વિષય પર સંશોધન કર્યું

October 14, 2024

Economics Nobel Prize 2024:અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 માટે આર્થિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ (Daron Acemoglu) સિમોન જોન્સન (Simon Johnson) અને જેમ્સ એ. રોબિન્સનને (James A. Robinson)એનાયત કરવામાં આવ્યો હતો.

અર્થશાસ્ત્રીઓને  આ વિષય પર  કર્યું સંશોધન

ડેરોન એસેમોગ્લુ, સિમોન જોહ્ન્સન અને જેમ્સ એ. રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર રાષ્ટ્રો વચ્ચેના સમૃદ્ધિમાંના તફાવતો પરના સંશોધન માટે આપવામાં આવ્યો છે જેમ્સ એ. રોબિન્સનને આપવામાં આવ્યું છે. તે બધાએ સંસ્થાઓ કેવી રીતે રચાય છે અને તે સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કર્યો છે.

આલ્ફ્રેડ નોબેલની યાદમાં પુરસ્કારની સ્થાપના

આ પુરસ્કાર સત્તાવાર રીતે ‘બેંક ઓફ સ્વીડન પ્રાઈઝ ઇન ઈકોનોમિક સાયન્સિસ ઇન મેમોરી ઓફ આલ્ફ્રેડ નોબેલ’ તરીકે ઓળખાય છે. સેન્ટ્રલ બેંકે તેની સ્થાપના 19મી સદીના સ્વીડિશ ઉદ્યોગપતિ અને રસાયણશાસ્ત્રી નોબેલના સ્મારક તરીકે કરી હતી, જેમણે ડાયનામાઈટની શોધ કરી હતી અને 5 નોબેલ પારિતોષિકોની સ્થાપના કરી હતી. પ્રથમ વિજેતાઓ 1969 માં રાગનાર ફ્રિશ અને જાન ટીનબર્ગન હતા.

આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશી પહેલીવાર પીએમ મોદીને મળ્યા, જાણો શું થઈ ચર્ચા

Read More

Trending Video