EARTHQUAKE:બ્રિટિશ કોલંબિયા 6.6ની તીવ્રતાનો ભૂકંપ

September 16, 2024

EARTHQUAKE : એક તરફ એસ્ટરોઇડની ટક્કરથી દુનિયા તબાહીનો ખતરો તોળાઈ રહી છે, તો બીજી તરફ ફરી એકવાર ભૂકંપ(EARTHQUAKE)આવ્યો છે. અને આ વખતે કેનેડાની ધરતીને ભૂકંપથી હચમચાવી દેવામાં આવ્યો છે. હા, કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પેસિફિક મહાસાગરના કિનારે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 માપવામાં આવી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ(united states) જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) ભારતીય સમય મુજબ મોડી રાત્રે આવેલા ભૂકંપથી બ્રિટિશ કોલંબિયા(British Columbia)ના દરિયાકાંઠાના શહેર પોર્ટ મેકનીલના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઉંડાઈએ જોવા મળ્યું હતું. જો કે ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું, પરંતુ લોકો ઘરની બહાર નીકળીને ખાલી ખેતરોમાં ભેગા થયા હતા. તો અમેરિકાના નેશનલ સુનામી સેન્ટરે સુનામીનો કોઈ ખતરો નકાર્યો હતો.

આ પણ વાંચો :

DONALD TRUMP : ડોનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાની કોશીશ?

Read More

Trending Video