Sikkim: સિક્કિમમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિક્કિમ ભૂકંપના હાયપોઝોનમાંથી એક છે. રાજ્યને ઝોન-4માં રાખવામાં આવ્યો છે.
સિક્કિમમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. સિક્કિમ ભૂકંપના હાયપોઝોનમાંથી એક છે. રાજ્યને ઝોન-4માં રાખવામાં આવ્યો છે.
જાપાનમાં 7.1ની તીવ્રતા સાથે પૃથ્વી ધ્રૂજી
તમને જણાવી દઈએ કે ગુરુવારે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. ભૂકંપ પછી ક્યુશુના મિયાઝાકી પ્રીફેક્ચરમાં 20 સેન્ટિમીટર ઊંચા મોજા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનનો એક ગોલ્ડ ભારતના 5 મેડલ પર પડ્યો ભારી, Arshad nadeemએ રચ્યો ઇતિહાસ