Earthquake: કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

August 21, 2024

Earthquake: બુધવારે મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:22 કલાકે બારામુલ્લા જિલ્લાની નજીક ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ભૂકંપના આંચકા એવા સમયે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર હતા.

મંગળવારે પણ ઘાટીમાં આંચકો અનુભવાયો હતો

આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે એક પછી એક ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે સવારે 6.45 કલાકે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો. 34.17 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 74.16 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધવામાં આવી હતી. પ્રથમ ભૂકંપનું કેન્દ્ર ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. સવારે 6.52 વાગ્યે, ભૂકંપનો બીજો આંચકો 34.20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 74.31 ડિગ્રી પૂર્વ રેખાંશ પર અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 નોંધવામાં આવી હતી.

ગઈ કાલે પણ પીઓકેમાં ભૂકંપ આવ્યો હતો

મંગળવારે 5.1ની તીવ્રતાના બે ભૂકંપથી કાશ્મીર (PoK)નો પાકિસ્તાન અધિકૃત ભાગ હચમચી ગયો હતો. આ પહાડી વિસ્તારના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બંને ભૂકંપની તીવ્રતા 5.1 નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ કાશ્મીર હતું. પીઓકે સિવાય હટ્ટિયન, બાલા, ચિનારી અને ચકોઠી અને સમગ્ર જેલમ ખીણમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે મુઝફ્ફરાબાદમાં ઈન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ હતી. લીપા વેલી, બાગ, પૂંચ અને હવેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2005માં પાકિસ્તાન અને કાશ્મીરમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: વિશ્વમાં કયા દેશમાં છે સૌથી વધુ Cancerના કેસ? ભારતને લઈને ચોંકાવનારો રિપોર્ટ

Read More

Trending Video