EARTHQUAKE : ધરતી પર સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ-કાશ્મીર ( JAMMU – KASHMIR ) માં વહેલી સવારે ધરતી ધ્રૂજી. જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપ ( EARTHQUAKEV)ના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો જાગી ગયા ને ગભરાઈ ગયા હતા. અને તેઓ ઘરની બહાર દોડી ગયા હતા. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
જણાવવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી. જમ્મુ-કાશ્મીરના બાલામુલા, પૂંચ અને શ્રીનગર સહિત કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો :
CBI Raid: સિંગરૌલીમાં NCL પર દરોડો, CBIએ તેના DSPની ધરપકડ કરી