Gondal નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવકોના કમકમાટી ભર્યા મોત

August 20, 2024

Car Accident Near Gondal : ગોંડલ (Gondal) નજીક નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ભયંકર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ નજીક નેશનલ હાઇવે (National Highway) પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. રક્ષાબંધનના બીજા જ દિવસે 4 યુવાનોના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગોંડલ નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક રાજકોટથી ધોરાજી તરફ જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડકાભેર અથડાઇ હતી.આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માત સર્જાતા બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ.અર્થ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પ્રાથમિક જાણકારી મુજબ આ અકસ્માતમાં ગોંડલના બે યુવકો અને ધોરાજીના બે યુવકો સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી એવી છે ભારતીય મહિલા મોરચા પાર્ટીની મહિલાઓ : નયનાબા જાડેજા

Read More

Trending Video