Dwarka Sudarshan Setu : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે દ્વારકાનો સુદર્શન સેતુ બ્રિજ (Dwarka Sudarshan Setu) કેવો હતો અને અત્યારે કેવો થઇ ગયો છે. ઓખા મેઇનલેન્ડ અને બેટ – દ્વારકા ટાપુને જોડતો આ પુલ જે સુદર્શન સેતુ થી ઓળખાય છે. જે બ્રીજનું ઉદ્ઘાટન કે જે વડાપ્રધાન નરેન્દ મોદીના હાથે કરવામાં આવ્યું હતું. જ્યારે આ પુલને આખો ઝગમગ કરીને ચમકાવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજની ચમક હવે ક્યાંક ફીકી પડી હોય તેવું જ લાગી રહ્યું છે.
આ સુદર્શન સેતુ બ્રિજ કે જે 2320 મીટર લાંબો અને 27.20 મીટર પોહળો આ સેતુ નો 900 મીટરનો ભાગ કેબલ સ્ટેન્ડથી ઉભો કરવામાં આવ્યો છે. પુલ નિર્માણ પાછળ 956 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાં આવ્યો હતો. પરંતુ આ કરોડો અબજો રૂપિયા જાણે પાણીમાં ડૂબી ગયા હોય એવું જ લાગી રહ્યું છે. પાંચ જ મહિનામાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. આ બ્રિજના હાલમાં પોપડા ઉખડવા લાગ્યા છે. આટલા રૂપિયા ખર્ચ્યા તેમ છતાં આ બીજનું કામ નિમ્ન ક્ક્ષાનું થયું હોય તેવું જ લાગી રહ્યું છે. હજી પણ જો તંત્ર નહિ જાગે તો મોરબી બ્રિજ જેવી દુર્ઘટના થતા વાર નહિ લાગે તેવું જ લાગી રહ્યું છે.
બ્રિજમાં રસ્તામાં સળિયા દેખાવવા લાગ્યા છે. તો કયાંક બ્રિજમાં જે જોઈન્ટ આપવમાં આવ્યો હોય તે જોઈન્ટ પણ ખુલી ગયા છે. જે ફોટામાં દેખાય જ છે. આ તો કેવા પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અનેક બ્રિજ બનાવામાં આવ્યા છે તે બ્રિજની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે આ બ્રિજની જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે તેની ગુણવતા જે જોવા મળી રહી છે તેને લઈને કોન્ટ્રક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવશે ખરી ? અને જે પ્રમાણે આ બ્રીજનું કામ અબજો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે ત્યારે આ જે નિમ્ન કક્ષાનું કામ થયું છે ત્યારે આ બ્રિજના કામમાં પણ ભ્રસ્ટાચાર મોટા પ્રમાણમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે આ ભ્રસ્ટાચારની તપાસ કરવામાં આવશે ખરી ?
આપના પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા
આ મુદ્દે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. અને તેમણે લખ્યું છે કે, આ છે ગુજરાતમાં તાજેતરમાં બંધાયેલો દ્વારકા બ્રિજ! જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું થયું! તે થોડા મહિના પહેલા જ ઉદ્ઘાટન કર્યું હતું! હવે જાણીએ ગુજરાતનું બીજેપી મોડલ! અને હા, દેશમાં છેલ્લા દસ વર્ષથી આવું જ થઈ રહ્યું છે! આપણા ગુજરાતમાં 30 વર્ષ થવા જઈ રહ્યા છે, શું તમે અભિનંદન નહીં આપો? તેમ કહીને ભાજપને ટોણો મારવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Surat Kamrej Jail : ગુજરાતની જેલ હવે જલસાનું ધામ બન્યું, આરોપીઓ અને કેદીઓ હવે લાઈવ ડાયરાઓ નિહાળે છે…