Dwarka : દ્વારકામાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, ગુજરાત ATSએ સંવેદનશીલ માહિતી સાથે ઝડપી પાડ્યો

November 29, 2024

Dwarka : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની જાસૂસ પકડાવવાનો મામલો સામે આવતો રહે છે. એક તરફ આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુધ્ધ લોકો આંદોલન અને ઝુંબેશ ચલાવે છે.તો બીજી તરફ ભારતમાં જ બહારના લોકો ઘૂસી અને આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરતાં હોય છે. પાકિસ્તાનને ગમે તેટલી ચેતવણીઓ આપો પરંતુ પાકિસ્તાન સુધારવાનું નામ લેતું નથી. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસી જાય છે. અને અહિયાના નાગરિકો સાથે ભળી જાય છે. આજે ફરી એક જાસૂસ મળી આવ્યો છે.

આજે ફરી એક વખત ગુજરાતમાંથી જાસૂસીકાંડ ઝડપાયો છે. ગુજરાત ATSએ ફરી એક વખત દેશની સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અને આ પહેલા પણ પોરબંદરમાંથી એક જાસૂસીકાંડ સામે આવ્યો છે. આજે ઝડપાયેલ આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ સમગ્ર માહિતી ATS ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દ્વારકામાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ

દ્વારકાના ઓખાનો રહેવાસી દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો. અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેણે કેટલાંક મહત્વના ફોટોગ્રાફ્સ અને માહિતી તેણે પાકિસ્તાનની કોઈ વ્યક્તિને શેર કર્યા હતા. તેણે કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્ત્વની માહિતી પાકિસ્તાનમાં રહેતા કોઈ વ્યક્તિને મોકલી હતી. આ સાથે જ હવે દિનેશ ગોહિલ જ્યાં નોકરી કરતો હતો ત્યાં પણ પૂછપરછ કરવામાં આવશે. જે બાદ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ સાથે જ તે જેના સંપર્કમાં હોય તેની તપાસ પણ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોMahayuti Meeting : મહાયુતિની બંને બેઠક રદ, એકનાથ શિંદે તેમના ગામ જવા રવાના, હવે મહારાષ્ટ્રમાં નવા જુનીના એંધાણ

Read More

Trending Video