Dwarka NDRF Rescue : દ્વારકામાં ભારે વરસાદના કારણે NDRF દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ, 15 લોકોને બોટ દ્વારા બચાવાયા

July 23, 2024

Dwarka NDRF Rescue : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અને રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયેલા છે. જેમાંથી રેસ્ક્યુ માટે NDRF ની ટીમ બચાવકાર્ય (Dwarka NDRF Rescue)માં લાગી છે.

Dwarka NDRF Rescue

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો બચાવ અને રાહત કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રને મદદમાં ઉતર્યા છે. જિલ્લાના ઘડેચી ગામેથી આજે બપોરે ૧૫ વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના નિયંત્રણ કક્ષને ઉક્ત બાબતે મળેલા સંદેશાને પગલે એનડીઆરએફના જવાનોની એક કુમુકને બોટ સાથે ઘડેચી ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા ૬ પુરુષો, ૫ મહિલાઓ અને ચાર બાળકોને એન.ડી.આર.એફના જવાનો દ્વારા તમામને લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

Dwarka NDRF Rescue

આ પણ વાંચોBudget 2024 : બજેટમાં યુવાનો માટે નવી યોજનાની જાહેરાત, દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું મળશે!

Read More

Trending Video