Dwarka : ગુજરાતમાં થોડા દિવસ પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. અને તેમાં અર્જુન મોઢવાડીયાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત મંત્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આર્શીવાદ લેવા પણ પહોંચ્યા હતા. આ સાથે જ અર્જુન મોઢવાડિયાને જામનગરના પ્રભારી મંત્રી પણ બનાવામાં આવ્યા છે. નવી જવાબદારીઓ મળ્યા બાદ મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા હતા.
